(પાલનપુર થી pankaj soneji નો રિપોર્ટ ) ગુજરાત સરકારે આરટીઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અલગ -અલગ સ્થળે આવેલી ૧૬ જેટલી ચેકપોસ્ટને આગામી 20મી નવેમ્બરથી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાહેરાત આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે વાહનચાલકોને ચેકપોસ્ટ પર લાંબી કતારોમાં ઊભા રહેવાથી મુક્તિ મળવાની છે. જેના પરિણામે ઇંધણની પણ બચત થશે. જ્યારે ચેકપોસ્ટ ઉપર વાહનોને લગતા દંડ કે કોઈપણ ગેરરીતિના દંડની રકમની વસુલાત ઓનલાઇન કરાશે. 16 ચેક પોસ્ટ પર મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણી કરવી પડતી હતી અને ગેરરીતિ નું પ્રમાણ વધી ગયું હોવાની ફરિયાદોના પગલે હવે ઓનલાઇન વ્યવસ્થા ગોઠવવા થી ભ્રષ્ટાચારનું પ્રમાણ નહિવત થશે તેવો દાવો કરાયો છે. રાજ્યમાં હાલ બનાસકાંઠા જિલ્લાની અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, કચ્છ જિલ્લાની સામખીયાળી, સૌરાષ્ટ્રની જામનગર, સાબરકાંઠાની શામળાજી તેમજ દાહોદ-ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભીલાડ, સોનગઢ અને વધઇ ખાતે ચેકપોસ્ટો આવેલી છે. કેટલીક આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વાહનોની અવર-જવર થાય છે. જ્યારે આ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓને ચેક પોસ્ટ નાબૂદ થતાં તેમને ફલાઈંગ ચેકીંગ સ્કોડમાં અને અન્ય કર્મચારીઓને કચેરીઓમાં પોસ્ટિંગ અપાશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.