રાજકોટના પોશ વિસ્તારમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કરી કાર્યવાહી

Sep 10 08:25 2022

( આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક )
           રાજકોટના પોસ વિસ્તાર ગણાતા ગ્રીન હિલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. તેના પગલે દરોડો પાડતા આ જગ્યાએથી બે મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતા શખ્સને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
          રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર અને એસીપી ક્રાઇમના જે.એચ. સરવૈયા એ અસામાજીક પ્રવૃતિઓને અટકાવવાની સૂચના આપી હતી. જેને લઇને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ તપાસમાં હતો. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એસ. અન્સારી અને સ્ટાફને મળેલી બાતમીના આધારે રાજકોટના પોશ વિસ્તારમાં આવેલા કાલાવાડ રોડ ઉપરના ગ્રીન હિલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101 માં રેડ કરવા સારું એક બનાવટી ગ્રાહકને મોકલ્યો હતો. આ દરમિયાન પોલીસે રેડ કરતા દેહવ્યાપાર કરતી બે મહિલાઓ અને હિરેન સુથાર તથા ડમી ગ્રાહક  મળી આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિરેન સુથારના મકાનમાં ગેરકાયદેસર રીતે બે મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવીને એક ગ્રાહક પાસેથી રૂપિયા 2000 મેળવી તે પૈકીના રૂ. 1000 પોતે રાખી લેતો હતો. અને બાકીના રૂ.  1000 દેહવ્યાપાર કરતી મહિલાઓને આપતો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટના પોશ વિસ્તારમાંથી ઝડપાયેલુ કુટણખાનુ આ વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યું છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.