કોઈપણ રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન ચેક કરી શકશે!,

Sep 10 08:25 2022

          રાજ્યની રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગઈકાલે એક પરિપત્ર જારી કરાયો છે, જે મુજબ સામાન્યથી લઈ ને સેવનસ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય. કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે જાતતપાસ કરી શકશે. ગ્રાહકની અને વિશાળ જનહિતની તરફેણમાં આવેલાં આ નિર્ણયની હકારાત્મક અસર આ ઇન્ડસ્ટ્રી પર થશે એ નક્કી છે. 

પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે, જે થી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે. આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇ ને રસોડા પર લાગેલાં "નો એન્ટ્રી"નાં અને "એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી"ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.