( પાલનપુર થી પંકજ સોનેજી નો રિપોર્ટ)
વડોદરાની તાલુકા પંચાયત કચેરીમાં એસીબીએ કરેલા લાંચના છટકાના આયોજનમાં ટીડીઓ અને જુનિયર ક્લાર્ક રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. જોકે ટીડીઓને શંકા જતા કચેરીમાંથી નાસી છૂટયા હતા, અને ક્લાર્ક ઝડપાઇ ગયા હતા. આ બંનેની વિરુદ્ધમાં એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની હકીકત એવી છે કે, એક વ્યક્તિને (ફરિયાદી) તેના ગામના નાના- મોટા વેપારીઓના વ્યવસાય વેરાની નોંધણી કરાવવાનું કામ સોંપ્યુ હતું. જે કામ લઈને આ વ્યક્તિ તાલુકા પંચાયતમાં ગયા હતા. ત્યારે જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ નટુભાઈ ખોખરીયા એ એક ફોર્મ દીઠ રૂપિયા 2500/-ની માગણી કરી હતી. અને તાલુકા પંચાયતના ટીડીઓ તપન ત્રિવેદીએ પણ વ્યવહાર ની માગણી કરી હતી. જેથી
આ વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબી ના વડોદરાના ઇન્ચાર્જ મદદનીશ નિયામક સુશ્રી બી. જે.પંડ્યાના સુપરવિઝન હેઠળ ગ્રામ્ય એ.સી.બી. કચેરીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગામેતી અને તેમના સ્ટાફે તાલુકા પંચાયતની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં પંચાયતમાં ક્લાર્ક રાજેશભાઈ ખોખરીયા આ વ્યક્તિ (ફરિયાદી) પાસેથી રૂપિયા 15000/-ની માગણી કરી અને તે સ્વીકારીને ટીડીઓ તપન ત્રિવેદીને તેમની ચેમ્બરમાં જઈને આપ્યા હતા. આ સમયે એસીબી ના અધિકારીઓ ત્રાટકયા હતા. જેના પગલે ટીડીઓએ લાંચની રકમ ટેબલ નીચે નાખી દીધી હતી. અને શંકા જતા કચેરી છોડીને નાસી ગયા હતા. જોકે કલાર્ક રાજેશ ખોખરીયાને એસીબીના અધિકારીઓએ ઝડપી લીધા હતા. જેના પગલે એસીબીના અધિકારીઓએ આ બંને સામે લાંચરૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.