અમદાવાદ એરપોર્ટ ખાતે બેગમાં બૉમ્બ હોવાની અફવા ફેલવાનાર યુવકની ધરપકડ

Sep 10 08:25 2022

(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)

              અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)ખાતે અમદાવાદ-કોલકાત્તાની ફ્લાઈટ (Flight)માં એક યુવકને વગર ટિકિટે (Ticket) પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરવાનું દુઃસાહસ ભારે પડ્યું છે. યુવક એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની પાસે ટિકિટ ન હતી. જેથી તેને પ્રવેશ અપાયો ન હતો. જોકે, એરપોર્ટ ખાતે તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેની બેગમાં શું છે ત્યારે તેણે બેગમાં બૉમ્બ હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો. આ બાબતે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અમિત નામના યુવકની ધરપકડ કરી લીધી હતી.

એરપોર્ટ પર સીઆઈએસએફ (Central Industrial Security Force)માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉર્મિલા યાદવ ડૉમેસ્ટિક ટર્મિનલ ડિપાર્ચર-1 પર ફરજ પર હતા. તેઓ જે પણ મુસાફરો આવે તેમની ટિકિટ ચેક કરતા હતા. તેવામાં એક યુવક ત્યાં આવ્યો હતો. આ યુવકે કોલકાત્તા જવાનું હતું પણ તેની પાસે ટિકિટ ન હતી. જે બાદમાં યુવકે તેના મોબાઈલ ફોનમાં એસએમએસ બતાવ્યો હતો. જોકે, એસએમએસ માન્ય ન હોવાથી અધિકારીએ બેગમાં શું છે તે બાબતે પૂછતા યુવકે ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતુ કે, મારી બેગમાં બૉમ્બ છે. અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લઈને ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા હતા.

જે બાદમાં સીઆઈએસએફ અને એરપોર્ટ પોલીસ ત્યાં પહોંચી હતી અને બેગની તપાસ કરતા તેમાથી કોઈ સંવેદનશીલ વસ્તુ મળી આવી ન હતી. આરોપીની પૂછપરછ કરતા તેનું નામ અમિત કાઉપર (રહે, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું અને પોતે પત્રકાર હોવાનું પોલીસને જણાવ્યું હતું. એરપોર્ટ પોલીસે વાતાવરણ ડહોળવું તેમજ ફરજમાં રુકાવટ ઉભી કરવાની આઇપીસી કલમ 186 અને 505(1)બી મુજબ ગુનો નોંધી અમિતની ધરપકડ કરી હતી.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.