વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના અનુસંધાને જામનગર જિલ્લાતંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલા અંગેના સુચનો
જામનગર તા.૦૨ નવેમ્બર,
ગુજરાતના વેરાવળથી દક્ષિણ દિશા તરફ “મહા”વાવાઝોડાએ આકાર લીધો છે,ત્યારે અરબી સમુદ્વમાં ઉદભવેલા “મહા” વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે જામનગર જિલ્લાતંત્ર દ્વારા નાગરિકોને તકેદારીના સુચનો જેવા કે, વાવાઝોડા પહેલા અફવા ફેલાવશો નહી શાંત રહેવું, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહેવી, બેટરીથી ચાલતા રેડીયો વાપરવા સલાહ છે, જોખમી વિસ્તારમાં રહેતા હોય તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવુ, ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો, માછીમારોએ દરિયામાં જવુ નહી બોટ સલામત સ્થળે લાંગરવી, અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવુ, લણણી માટે તૈયાર પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે ખસેડો જેથી વાવાઝોડાથી થતું નુકશાન અટકાવી શકાય, આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો, રેડિયો, ટોર્ચ, ફાનસ વધારાની બેટરી સાથે રાખો, અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો, પીવાનુ પાણી બંધ વાસણોમાં સંગ્રહી લો. તેમજ વાવાઝોડા દરમિયાન રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સુચનાઓનો અમલ કરો, વાવાઝોડાના સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહી, ઘરની બહાર હોય તો વિજળીના તારથી દુર રહો થાંભલા કે વિજ ઉપકરણોને અડશો નહી, વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણા બંધ રાખો નાના બાળકોની વિશેષ કાળજી લો, ખુલ્લી જગ્યામાં સપડાયેલા હોય તો સલામત આશરો શોધો, ચેતવણી તરફ ધ્યાન આપો અને ફરવા નીકળશો નહી, દરિયા નજીક, ઝાડ નીચે કે વિજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહી, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કન્ટ્રોલ રૂમમાંથી સાચી માહિતી અને અફવાઓથી દુર રહેવુ, માછીમારોએ દરિયામાં ન જવુ અને હોડીઓ સલામત સ્થળે રાખી આશરો મેળવવો, અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો, વાવાઝોડાની “આંખ” નો વિસ્તાર શાંત હોય છે તેનાથી છેતરાશો નહી, વાવાઝોડુ શમ્યા પછી પણ સલામતીની તકેદારી રાખો. વાવાઝોડા બાદ પણ નુકશાન ગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરવો, અન્ય અસરગ્રસ્તોની મદદ કરો, ઘર સલામત હોય તો ઘરમાં જ રહો, સ્થાનીક અધિકારીઓની સુચના મુજબ વર્તન કરો, રેડિયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશ મળે ત્યાં સુધી રાહ જુઓ, તુટેલા વિજળીના તાર, પુલ તથા મકાનોથી બચો, કાટમાળમાંથી પસાર થતા પતરા, કાંચના ટુકડા, સાપ જેવા ઝેરી જીવજંતુથી સાવધ રહો, દરિયા પ્રવાસ કે માછીમારી માટે જતા આગાઉ ૨૪ કલાક રાહ જુઓ, વિજળીક ઉપકરણો ભીના હોય તો ઉપયોગ કરવાનુ ટાળો, જો સ્થાળંતર કરેલ હોય તો સુચાના મળે ત્યારે જ અને સુચના મુજબના રૂટ પરથી જ પાછા ફરવાનુ રાખો, પીવાના પાણીને ઉકાળીને જંતુરહિત કરવું ત્યારબાદ જ ઉપયોગ કરવો જો પાણી અને ગટરલાઈનમાં કોઈપણ પ્રકારનુ નુકશાન જણાય તો સંડાસનો ઉપયોગ બંધ કરવો અને નળનુ પાણી ન વાપરવું, બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કન્ટ્રોલ રૂમ અને તાલુકા મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો, બચાવની કામગીરી તાત્કાલીક ધોરણે યોગ્ય એજન્સીની મદદથી હાથ ધરવી તે માટે કોઈ પણ ટુકા રસ્તાઓ સહારો ન લેવો, વાવાઝોડા પછી સુરક્ષિત ખોરાકનો જ ઉપયોગ કરવો એમ જિલ્લાતંત્રની યાદી દ્વારા સુચનો આપવામાં આવ્યાં છે
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.