જામનગર જિલ્‍લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના ભાગરૂપે તકેદારીના પગલા અંગેની બેઠક

Sep 10 08:25 2022

જામનગર તા.૦૨ નવેમ્બર, ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્વમાં ઉદભવેલ ડીપ્રેશનના કારણે “મહા”વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર રવિશંકરના અધ્‍યક્ષ સ્‍થાને તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં, અધ્યક્ષ દ્વારા માછીમારોને પરત આપવાની સુચના તેમજ વોર્નીંગ સિગ્નલ્સના પ્રસારણ માટે મરીન વિભાગને સુચના આપવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જાહેર કરેલ છે. જે અન્‍વયે માછીમારો કે બોટો દરીયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ કંટ્રોલ રૂમને સતર્ક રહેવા, અગરીયાઓને દરીયાથી દુર રહેવા અને હાલના તબ્બકે તેમની પ્રવૃતિ સ્થગીત કરવા અને સબંધિત વિભાગોને સતર્ક રહેવા તેમજ તાલુકા સ્તરે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા કલેકટર રવિશંકર દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેકટર યોગેશ ચૌધરી, ધ્રોલનાં ટીડીઓ સ્નેહલબેન, વિવિધ વિસ્તારના પ્રાંત અધિકારીઓ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.