આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક) 'મહા'ચક્રવાતને લઈને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયેલો છે.ત્યારે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જ્યારે બનાસકાંઠામાં સંભવીત સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા વિવિધ આદેશ કરાય છે. જેમાં "મહા ચક્રવાત " ની અસર સુધી તમામ તાલુકાઓના મામલતદારો , tdo , નાયબ મામલતદારો તલાટી,સહિત ના કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરવામાં આવ્યો છે.અને તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.તેમજ રાહત, મદદ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે સાંજે ડીસા , થરાદ, લાખણી,વાવ સહિત માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કલેકટરે ગ્રાઉન્ડ જીરો સર્વે કરવા આદેશ કર્યો છે. સર્વે કરી તમામ ખેડૂતોને યોગ્ય રાહત મદદ અપાશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું છે.તેમને એ પણ ઉમેર્યું હતું કે, કુદરતી આપદા સમયે નાગરિક સલામતી અમારુ પહેલુ લક્ષ છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.