આંતરરાજ્ય ગુન્હા ઘટાડવા ગુજરાત-રાજસ્થાન પોલીસની રેન્જ લેવલ બેઠક યોજાઇ

Sep 10 08:25 2022

(પાલનપુરથી  પંકજ સોનેજી નો રિપોર્ટ )
      ગુજરાતનો સરહદી જિલ્લો બનાસકાંઠા આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન અને આંતરરાજ્ય સરહદ રાજસ્થાનને અડીને આવેલો હોવાથી તેનું વિશેષ મહત્વ છે. ત્યારે આંતરરાજ્ય ગુન્હા ઘટાડવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યની બોર્ડર રેન્જ લેવલની એક બેઠક આબુ રોડ ખાતે યોજાઇ હતી. આ બેઠક બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલ અને રાજસ્થાનના સિરોહી જિલ્લાના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં બંને રાજ્યોની કાયદો અને વ્યવસ્થા જળવાય તથા પોલીસ સંકલનને લઈને ચર્ચાઓ થઈ હતી. તેમજ આંતરરાજ્ય ગુન્હાઓ ઘટાડવા માટે અસરકારક કાર્યવાહી કરવા બંને રાજ્યોના નાસતા ફરતા આરોપીઓની માહિતીની આપ-લે અને આવા કુખ્યાત આરોપીઓને પકડવામાં મદદ અંગેની પણ વિસ્તૃત ચર્ચાઓ અધિકારીઓ વચ્ચે થઈ હતી.  આ બેઠકમાં વાહન ચોરી, લૂંટ અને ધાડ જેવા બનતા ગંભીર ગુન્હાઓમાં પણ યોગ્ય રીતે સંકલન કરીને અસરકારક નાકાબંધી તેમજ તપાસ અંગે સક્રિય રહેવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આમ પોલીસ સંકલન તથા અસરકારક કાર્યવાહીથી હવે આંતરરાજ્ય આરોપીઓ બચી નહીં શકે. આ બેઠકમાં ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા તથા રાજસ્થાનના સિરોહી અને જાલોર જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.