બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને સરકારે લીધો નિર્ણય

Sep 10 08:27 2022

             બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachivalay Clerk Exam) ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે (Gujarat Government) મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. ધોરણ 12ની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા હવે આપી શકશે. એટલે કે, કેન્સલ કરાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે 17 નવેમ્બરે યોજાશે. જેમાં ધોરણ 12 પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. વાલી અને વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય બદલવામાં આવ્યો છે.
         પરીક્ષા વિશે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 3771 જગ્યા માટે ભરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળને કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે સામાન્ય વહીવટ વિભાગને સૂચના આધારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારે મુખ્યમંત્રીથી માંડીને તમામ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. યુવાનો તરફથી બધાની લાગણીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને પગલે પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. હવે ધોરણ 12 પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સરકારે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે બહાર પડેલું સ્નાતક કક્ષાનું નોટિફિકેશન મુલતવી રાખવાનો પણ મેળવી લીધો છે. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.