હ્યુમન સોશ્યલ ફાઉન્ડેશન તરફથી હનુમાન ગઢ, રાજસ્થાન ખાતે રવિવારે નેશનલ એવોર્ડ સેરેમની અને કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૨૯ વર્ષથી પૂરા ભારતમાં અલગ- અલગ ગ્રુપ બનાવી તેમાં જરૂરતમંદને રક્ત પુરૂ પાડી ભૂપેન્દ્ર દવેને સ્વૈચ્છિક રકતદાન ક્ષેત્રે નોંધનીય કામગીરી કરવા બદલ એન.બી.ટી.સી. નાં ડેપ્યુટી ડિરેક્ટર ડો.સાંઇ પ્રસાદ નાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભૂપેન્દ્ર દવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તે પણ નિષ્ઠાપૂર્વક તેઓને એસ ટી નિગમમાં પણ સારી કામગીરી બદલ પણ અનેકવાર સન્માનિત કરી પ્રમાણ પત્ર આપવામાં આવેલ છે
આજ દિન સુધી લોકોને તમે બ્લડ ડોનેટ કરતા જોયા છે. ભૂપેન્દ્ર દવે જેવા દર્દી હોય અને જેવી બ્લડની જરૂર હોય તે રીતે પોતે પણ બ્લડ ડોનેટ કરે છે. તેઓએ અત્યાર સુધીમાં ૧૦૪ વાર બ્લડ માં રહેલ વ્હાઈટ સેલ ડોનેટ કર્યા છે. અને ૮૮ વાર બ્લડ પણ ડોનેટ કરીને લોકોના જીવ બચાવવા નો સંકલ્પ પુરો કરી રહ્યા છે . અને આજે તેવોએ બોનમેરો ડોનેટ કરવા માટે પણ પોતે પોતાનું નામ નોધાવ્યું છે. કોઈ બાળકને બ્લડ કેન્સર હોય અથવા થેલેસિમિયાના રોગથી પીડિત હોય, તેને આ બોનમેરો ની જરૂર પડે છે. જો આવા બાળકોને બોનમેરો પોતાના ભાઈ,બહેન અથવા માતા- પિતા આપી શકે છે. જો બાળક ને સમયસર બોનમેરો ના મળે તો તેનું મુત્યુ નક્કી છે.. તે માટે ભૂપેન્દ્ર દવે આવા બાળકોને બોનમેરો પણ ડોનેટ કરી સેવાની દિશામાં નવો રાહ ચીંધ્યો છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.