વહેલી સવારે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતા અને બાળકીને બીઆરટીએસની બસે અડફેટે લીધાં હતાં.
બીઆરટીએસ (Bus Rapid Transit System) અને એએમટીએસ (Ahmedabad Municipal Transport Service)ના બસ ચાલકો છાસવારે અકસ્માતો સર્જતા હોય છે. અકસ્માતના અનેક કેસમાં ઘણી વખત લોકોનો રોષ ભભૂકી ઉઠતો હોય છે અને અમુક કેસમાં બસમાં તોડફોડ પણ કરવામાં આવતી હોય છે. શુક્રવારે સવારે બીઆરટીએસની બસે અકસ્માત સર્જ્યા બાદ લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. બીજી તરફ ડ્રાઇવરને માર મારવામાં આવતા અન્ય બીઆરટીએસના ડ્રાઇવરોએ પણ બસો થોભાવી દીધી હતી.
શહેરના ધરણીધર ચાર રસ્તા પાસે વહેલી સવારે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતા અને બાળકીને બીઆરટીએસની બસે અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં મહિલા અને બાળકીને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ રસ્તેથી પસાર થતા લોકોએ પિત્તો ગુમાવ્યો હતો અને રસ્તો બ્લોક કરી દીધો હતો.
આ દરમિયાન લોકોના મિજાજને પારખી ગયેલો બીઆરટીએસનો ડ્રાઇવર બસ છોડીને ભાગી ગયો હતો. લોકોએ ચક્કાજામ કરીને ડ્રાઇવરને હાજર કરવાની માંગણી કરી હતી.
બીજી તરફ અકસ્માત બાદ લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે ધરણીધર ચાર રસ્તા પર અવારનવાર અકસ્માત થાય છે છતાં તંત્ર તરફથી સ્પીડબ્રેકર લગાવવાનું કામ કરવામાં આવતું નથી. લોકોએ એવી પણ માગણી કરી હતી કે બીઆરટીએસના ડ્રાઇવરોને વ્યવસ્થિત તાલિન આપીને બસની સ્પિડ લિમિટ પણ નક્કી કરવી જોઈએ.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.