(બ્યુરો રિપોર્ટ, પાલનપુર)
ઊંઝાના ઉમેશ્વર હોલ ખાતે લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીના ભાગરૂપે ગુરુવારે બેઠક યોજાઇ હતી. જેમાં ઘરદીઠ દીવો યોજનાને સફળ બનાવવા અને ૪૪ કમિટીને સક્રિય થવા માટે હાકલ કરવામાં આવી હતી.
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આવેલા ઉમેશ્વર હોલ ખાતે ગુરુવારે લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓને લઇને એક બેઠક યોજાઇ હતી. જેમાં ઊંઝાનગર ની મહિલા સ્વયમ સેવિકા બહેનોની આ મીટીંગમાં ધારાસભ્ય અને ડોક્ટર આશાબેન પટેલ, સંસ્થાના પ્રમુખ મણિકાકા અને માનદ મંત્રી દિલીપભાઈ તેમજ અન્ય હોદ્દેદારો અને મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી તારીખ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞના આયોજન ની તૈયારીઓના ભાગરૂપે ડોકટર આશાબહેન તેમજ દિલીપભાઈ એ ઉપસ્થિત મહિલા સ્વયં સેવિકાઓને જાહેર અપીલ કરી હતી. જેમાં રૂપિયા 200 ની હુંડી એટલે કે ઘર દીઠ દીવોની યોજનાને સફળ બનાવવા તેમજ રૂપિયા 11,000 નો પાટલો નોંધાવી લક્ષચંડી મહાયજ્ઞ માં સહભાગી થવા માટે તેમજ સ્વયં સેવિકા તરીકે અત્યારથી જ વિવિધ ૪૪ જેટલી કમિટીઓને સક્રિય થવા હાકલ કરી હતી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.