ઊંઝા લક્ષચંડી યજ્ઞને લઈને આઠેક હજારથી વધુ બહેનોનું દાયિત્વ સન્માન કરાશે

Sep 10 08:28 2022

(બ્યુરો રિપોર્ટ, પાલનપુર)

          ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી તારીખ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 8 સપ્ટેમ્બર રવિવારના રોજ યોજાનાર ભવ્ય ઉછામણી ના કામકાજના સહયોગ અનુસંધાને બૃહદ અમદાવાદ ઉમિયા પરિવાર મહિલા કમિટિ દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2019 ને શનિવારે  બપોરે 2:00  વાગે સોલા ઉમિયા કેમ્પસ ખાતે ૮ હજારથી વધારે બહેનોનું લક્ષચંડી મહાયજ્ઞની જવાબદારી સ્વીકારનાર બહેનોનું દાયિત્વ સન્માન અને મહિલા અધિવેશન યોજાનાર છે. આ મહોત્સવના ચેરમેન બાબુલાલ જમનાદાસ પટેલ (બીજેપી) ના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ખાસ વિશેષ ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ મમ્મી, માનદ મંત્રી દિલીપભાઈ નેતાજી તેમજ અન્ય હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે અમદાવાદના મહિલા અગ્રણીઓ સહિત અમદાવાદના મેયર બીજલબેન પણ ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં સંગઠનની બહેનો સહિત અમદાવાદ,વડોદરા, મહેસાણા, ઊંઝા વિગેરે સ્થળોએથી આગેવાન બહેનો પધારશે. આ કાર્યક્રમ બહેનોને લક્ષચંડી મહાયજ્ઞથી કામગીરી માં ભાગીદાર થવા તેમજ મહિલા સશક્તિકરણ અને બહેનોને સામાજિક ક્ષેત્રે અધિકારીત રીતે જોડી સમાજ ઉત્થાનનું કામકાજ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. મહિલા અધિવેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા દસ દિવસથી બૃહદ અમદાવાદ શહેર મહિલા સંગઠનના ચેરમેન ડોક્ટર જાગૃતીબેનના અધ્યક્ષપણા નીચે સો જેટલી બહેનો સતત આયોજનના કામકાજ કરી રહી છે. બહેનોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તારીખ 31 ઓગસ્ટ 2019 ના મહિલા અધિવેશન ને સફળ બનાવવા માટે બહેનોએ કમરકસી છે. આમ બહેનો પુરુષ સમોવડી બની રહી છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.