(સુરેશ મીણા અને રાકેશ ઓડ નો રિપોર્ટ)
બનાસકાંઠાની અમીરગઢ અને અરવલ્લીની રતનપુર પોલીસ ચેકપોસ્ટ પર ગુપ્તચર વિભાગે આપેલા હાઈ એલર્ટ ના પગલે એસ.આર.પી. પોલીસ જવાનો દ્વારા ચાંપતો બંદોવસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા વારંવાર સીજ ફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. અને ભારતમાં આતંકી હુમલા કરાવવાની ફિરાકમાં હોવાના પગલે પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે. જેના પગલે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ ગુપ્તચર વિભાગ દ્વારા કરવા માં આવતા બનાસકાંઠા ની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર એસ.આર.પી. 30,પોલીસ15,તેમજ જીઆરડી ના જવાનો સાથે તેનાદ કરવા માં આવ્યા છે અને આવતા જતા તમામ વાહનો નું ઝીણવટ ભર્યું ચેકિંગ કરવા માં આવી રહ્યું છે. જ્યારે અરવલ્લીની રતનપુર પોલીસ ચેક પોસ્ટ ખાતે પણ પોલીસ જવાનોને બુલેટપ્રુફ જેકેટ સાથે તૈનાત કરવામા આવ્યા છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.