ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે, આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં દાંતામાં 4 ઇંચ, અમીરગઢ અને પાલનપુરમાં 3 ઇંચ, દાંતીવાડા અને વડગામ 2.5 ઇંચ, લાખણી 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દાંતામાં 4 ખાબક્યો છે. જ્યારે ભાભરમાં 20 મિમી, ધાનેરામાં 46 મિમી, દિયોદરમાં 34 મિમી, ડીસામાં 62 મિમી, કાંકરેજમાં 22 મિમી, થરાદમાં 24 મિમી, વાવમાં 36 મિમી, લાખણીમાં 50 મિમી અને સુઇગામમાં 7 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ભિલોડા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. માલપુર અને મેઘરજ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને ધનસુરા અને બાયડમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.