આતંકી હુમલાની દહેશતથી સોમનાથ અને અંબાજીમાં સુરક્ષા કડક કરાઈ

Sep 10 08:27 2022

(સૌજન્ય ઝી 24 કલાક )
             કાશ્મીરમાં 370 અને 35-A  નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. 
                     સોમનાથ મંદિર ખાતે સુરક્ષા  મંદિરમાં 1 ડીવાયએસપી, ૩ પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ, 95 જીઆરડી, 2 બીડીએસ, 2 ડોગસ્કોડ, 1 એસઆરપી કંપની ગોઠવી દેવામાં આવી છે. મંદિર બહાર પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મંદિરની બહાર સ્થાનિ પોલીસ, એસઆરપી તથા ઘોડેસવાર પોલીસ પણ તૈનાત કરાયા છે. સોમનાથ મંદિરની સુરક્ષા અંગે સુરક્ષા અધિકારીઓ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ના પડે તેની તકેદારી સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અંબાજીમાં મંદિરમાં પણ સુરક્ષા યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ સુરક્ષા સધન કરી દેવાઈ છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે. જ્યાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. ત્યારે કોઈ અસામાજિક તત્વો પગપેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવાયા છે. મંદિર પરિસરમાં 5 નવા મોરચા બનાવમાં આવ્યા છે, જ્યાં બીડીડીએસ સહિત QRT ટીમો સધન તપાસ કામગીરી કરી રહી છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.