KBCની તારીખની જાહેરાત, અમિતાભ બચ્ચન કરશે હોસ્ટ

Sep 10 08:18 2022

         અમિતાભ બચ્ચન જેટલા પ્રખ્યાત મોટા પડદા પર છે તેનાથી પણ વધુ પોપ્યુલર તેઓ ટીવી પર છે. કોન બનેગા કરોડપતિથી પોતાના કરિયરની નવી ઈનિંગ શરૂ કરનાર બિગ બીના આ શોનો ઇંતજાર તેમના ફેન્સને ખૂબ રહે છે. ઓ શોની રજીસ્ટ્રેશન ડેટ આઉટ થઈ ગઈ છે અને આ સાથે ટેલીકાસ્ટની ડેટ પણ સામે આવી ગઈ છે. બિગ બિએ આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેને ઓગસ્ટમાં ઓન એર કરવામાં આવશે. 
એક વેબસાઇટમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રાઇમ ટાઇમ 9 કલાકના સ્લોટમાં જ ઓનએર કરવામાં આવશે. એક કલાકના આ શોને કારણે 9.30 કલાકે આવી રહેલા લેડી સ્પેશિયલને ઓફ એર કરી દેવામાં આવશે. આ પહેલા 9 કાલકે સોની પર પટિયાલા બેબ્સ શો આવે છે. જાણવા મળેલી વિગતો પ્રમાણે આ શોને નવા ટાઇમ સ્લોટમાં રાખવામાં આવશે. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.