એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનાં જીવન પરથી બની રહેલી ફિલ્મ 'છપાક'નો ફર્સ્ટ લૂક જાહેર થઇ ગયો છે. આ લૂકમાં દીપિકા પાદુકોણ એસિડ અટેક સર્વાઇવરનાં રૂપમાં નજર આવી રહી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર જોશો તો ખરેખરમાં તમને એક પળ માટે વિશ્વાસ નહીં આવે કે આ દીપિકા પાદુકોણ જ છે. આ ફિલ્મમાં દીપિકાનાં પાત્રનું નામ માલતી છે.
જોકે આ પ્રકારની ફિલ્મ બનાવવા અને આવુ પાત્ર ભજવવા માટે ઘણી હિંમતની જરૂર હોય છે. ત્યારે દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝારે આ ચેલેન્જ ઉઠાવી લીધી છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020નાં રોજ રિલીઝ થશે. લક્ષ્મી વર્ષ 2005માં એસિડ અટેકનો ભોગ બની હતી તે સમયે તે માત્ર 15 વર્ષની હતી. તેનાં પર તેજાબ ફેકનાર વ્યક્તિ તેનાં પરિવારનાં ઓળખીતામાં હતું તેની ઉંમર 32 વર્ષ હતી અને તે લક્ષ્મી સાથે લગ્ન કરવાં માંગતો હતો. લક્ષ્મીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે 15 વર્ષની નાનકડી લક્ષ્મીનાં ચહેરા પર એસિડ ફેકી દીધુ હતું.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.