કેદારનાથ'થી સારા અલી ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાનના બોલિવુડ ડેબ્યૂની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અભિષેક કપૂરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'કેદારનાથ'માં સુશાંત સિંહ રાજપૂતની ઑપોઝિટમાં સારા અલી ખાન જોવા મળશે. તો જાણીએ કેવી છે સારા-સુશાંતની 'કેદારનાથ'
સ્ટોરી:
'કેદારનાથ' એક એવી ફિલ્મ છે, જે બોલિવુડની તમામ લવ સ્ટોરીની માફક જ છે, જોકે 'કેદારનાથ'ને વર્ષ 2013માં આવેલા પ્રલયની સાથે જોડવામાં આવી છે. છોકરો, છોકરી, પ્રેમ, એકરાર, ઇન્કરાર અને પછી ફરી એકરારની સાથે વાર્તામાં બે પરિવાર વચ્ચેના સંબંધોને બતાવવામાં આવ્યા છે.
'કેદારનાથ'ની વાર્તા એક હિંદૂ પંડિતની દિકરી મંદાકિની ઉર્ફ મુક્કુ (સારા અલી ખાન)થી શરૂ થાય છે જે ખૂબ જ જિદ્દી, ખુશમિજાજ અને અલ્લડ છે. મુક્કુને એક મુસ્લિમ પિઠ્ઠૂ મંસૂર (સુશાંત સિંહ રાજપૂત) સાથે પ્રેમ થઇ જાય છે. બે અલર ધર્મના લોકોની વચ્ચે થયેલા આ પ્રેમ કોઇ સ્વીકારતું નથી. આ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે મંદાકિની અમે મંસૂરના પ્રેમને તોડવા માટે પંડિતો અને પિઠ્ઠુ વચ્ચે યુદ્ઘ થાય છે અને ત્યારે જ કુદરતની તબાહી સામનો કરવો પડે છે.
એક્ટિંગ:
સારા અલી ખાનનું પરફોર્મન્સ દમદાર છે. ક્યાંક-ક્યાંક તે ‘બેતાબ' અને ‘ચમેલી કી શાદી’ જેવી ફિલ્મોની અમૃતા સિંહ (સારાની મા)ની યાદ અપાવે છે. કેમેરા પર તેનો કોન્ફિડન્ટ તેની પ્રતિભાની એક ઝલક છે. તે જે પણ સીનમાં દેખાય છે તેને તેણે પૂરી રીતે પોતાનો બનાવી દીધો છે. સુશાંત સિંહ પણ સારાની મહેનતને પૂરી કરતો દેખાયો છે પણ તેનું આનાથી સારું પરફૉર્મન્સ દર્શકો અગાઉ જોઇ ચૂક્યા છે.
ડિરેક્શન:
આ પ્રકારના વિશાન વચ્ચે લવ સ્ટોરીને સ્થાપિત કરવાની અભિષેક કપૂરનો પ્રયત્ન મહાત્વકાંક્ષી હતો. CGI ઇફેક્ટ્સ લાઇવ એક્શન મળીને ઘણા પ્રભાવશાળી સીન્સ બતાવ્યા છે. અભિષેક કપૂર અને કનિકા ઢિલ્લનનું લેખન કેદારનાથમાં સેક્યુલર વાતાવરણને દર્શાવે છે, ફિલ્મમાં હોટલ, મૉલ્સ અને પર્યટનના વ્યવસાયિકરણની પણ ટિપ્પણી કરવામાં આવી છે. આના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યુ છે અને તે મોટા વિનાશનું કારણ બન્યુ. આ શક્તિશાળી મુદ્દાને ફિલ્મમેકરે થોડો સ્પર્શ્યો અને આગળ વધી ગયા. જોકે ફિલ્મની વાર્તા પ્રિડિક્ટેબલ છે અને ક્લાઇમેક્સ વધારે સારો થઇ શક્યો હોત.
મ્યૂઝિક:
લવ સ્ટોરીના હિસાબથી ફિલ્મમાં એકપણ રોમેન્ટિક ગીત નથી જે દર્શકોનું ધ્યાન ખેંચી શકે. નમો-નમો’ ઉપરાંત અમિત ત્રિવેદી કેદારનાથના મૂડ પ્રમાણે મ્યૂઝિક આપવામાં સફળ રહ્યો નથી.
ફિલ્મ જોવી કે નહીં:
લવ સ્ટોરી સાથે જો તમારે કેદારનાથના તબાહીના દ્રશ્યો મોટા પડદે જોવા હોય તો તમે આ ફિલ્મ જોઇ શકો છે. સારા અલી ખાન અને સુશાંત સિંહની કેમેસ્ટ્રી ચોક્કસથી પસંદ આવશે
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.