કપિલના શોમાં સલમાન કહ્યુ, રોજ રાતે આ કામ કરતા કરતા સવાર પડી જાય છે

Sep 10 08:24 2022

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની જોરદાર ફેન ફૉલોઇંગ છે. દરેક લોકો તેની નાની-નાની વાતો જાણવા માટે ઉત્સુક હોય છે. આથી તેને જ્યારે કપિલ શર્માના શો પર સવાલ પૂછવામાં આવ્યો કે સૂતા પહેલા શું કરે છે, તેનો પણ તેણે મજેદાર અંદાજમાં જવાબ આપ્યો હતો.

કોમેડી કિંગ કપિલ શર્મા ટીવી પર કમબેક કરી રહ્યો છે અને સલમાન ખાન તેના શો ‘ધ કપિલ શર્મા શો’નો પ્રોડ્યૂસર છે. સલ્લુ કપિલના શોમાં મહેમાન તરીકે જોવા મળશે. આ સાથે જ તેનો ભાઇ અરબાઝ ખાન, સોહેલ ખાન અને પિતા સલીમ ખાન પણ હશે. બુધવારે રાત સુધી આ એપિસોડનું શૂટિંગ કર્યુ હતુ.

ખાન ફેમિલીએ 2 એપિસોડ શૂટ કર્યા છે. સેટ્સ પરના એક સૂત્રોનુસાર, શો પર નવજોત સિંહ સિદ્ધુ જજ તરીકે કમબેક કરશે. તેમણે સલ્લુનું સ્વાગત શેરોશાયરથી કર્યુ હતુ. તેણે સલમાનની સરખામણી બાજ સાથે કરી હતી. આ પર સલમાને કહ્યું કે,’ઉસકે કહને કા મતલબ હૈ કી સલમાન બાઝ નહી આતા. બાર-બાર આ જાતા હૈ.’

કપિલે સલમાનને પૂછ્યું કે તે સૂતાં પહેલા શું કામ કરે છે. કપિલે આશ્રર્યથી પૂછ્યું હતું કે શું તે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ પડખું ફેરવતાં ફેરવતાં દિવસભરની બાબતો વિશે વિચારે છે. કોઈ જ પ્રકારના એક્સપ્રેશન વગર સલમાને એ વાતનો સ્વીકાર કર્યો હતો, કે ખૂબ જ વિચારે છે તેણે જણાવ્યું કે, ''વિચારી વિચારીને રાત પસાર થઈ જાય છે અને સવાર થઈ જાય છે.''

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.