‘2.0’ HD પ્રિન્ટમાં થઇ લીક, 12000 વેબસાઇટ બ્લોક થવા છતાં આ સાઇટ પર થઇ રહી છે ડાઉનલોડ
અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 29 નવેમ્બરના રોજ રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મને લઇને દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વીએફએક્સ અને ગ્રાફિક્સ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા છે. સાથે જ ફિલ્મ તેલુગુ, તમિલ અને હિન્દીમાં રિલિઝ થઇ છે.
ફિલ્મ પર એટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે કે મેકર્સે બજેટ કાઢવા માટે ખાસ તૈયારી કરવી પડી છે. સૌથી પહેલા તે સાઇટને બ્લોક કરી દેવામાં આવી છે જેનાથી ફિલ્મ લીક થવાનો ડર હતો. મદ્રાસ હાઇકોર્ટે 12 હજાર વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
આટલું કર્યા છતાં ફિલ્મ લીક થઇ ગઇ છે. તમિલ રૉકર્સ અને અન્ય એક્ટિવ પાયરસી વેબસાઇટે ફિલ્મને લીક કરી છે. આ ઉપરાંત રિલિઝના એક કલાકમાં જ 2.0 ફિલ્મ એચડી પ્રિન્ટમાં લીક થઇ ગઇ. મેકર્સ માટે આ માઠા સમાચાર છે જો કે ફિલ્મ લીક ન થાય તે માટે એક ટીમ પણ નિયુક્ત કરવામાં આવી છે.
એક્ટર વિશાલ આ ટીમને હેડ કરી રહ્યાં છે અને તેમણે રાજ્ય સરકારને આ વેબસાઇટ્સની એક યાદી સોંપી છે. જેના પર ફિલ્મ લીક થઇ શકે છે. તે બાદ સરકારે કેટલીક વેબસાઇટ બ્લૉક કરી દીધી છે પરંતુ તમિલ રૉકર્સને તે બ્લોક નથી કરી શકી. તાજેતરમાં જ તમિલ રૉર્સે ધનુષની ફિલ્મ ‘વાડ ચેન્નઇ’ લીક કરી હતી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.