જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ જાતજાતની ચર્ચાઓ ચાલતી રહે છે. લેટેસ્ટ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ હવે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને પક્ષની ટિકિટ આપવાનું પ્લાનિંગ કરી રહી ચછે. થોડા દિવસ પહેલા રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રામનો રોલ કરી પ્રખ્યાત થયેલા અભિનેતા અરુણ ગોવિલ કોંગ્રેસમાંથી ઈન્દોર બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત ચર્ચાઈ રહી હતી પણ હવે અરૂણ ગોવિલના બદલે સલમાન ખાનનું નામ ચર્ચામાં છે.
થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક બેઠકમાં સલમાન ખાનના નામનો ઉલ્લેખ કર્યો હતો અને હાલમાં જ સલમાન ખાનને મધ્ય પ્રદેશ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. હવે ચર્ચા છે કે કોંગ્રેસ પાર્ટી તેને ઈન્દોરથી લોકસભાની ટિકિટ આપી શકે છે. જો આમ થયું તો સલમાન ખાનની ટક્કર ભાજપ નેતા અને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન સામે થશે.
નોંધનીય છે કે સલમાન ખાનનું પૂર્વજોનું ઘર ઈન્દોરમાં છે અને ત્યાંના નર્સિંગ હોમમાં જ તેનો જન્મ થયો હતો. જો કે ચૂંટણી લડવા વિશે કોંગ્રેસ પાર્ટી કે સલમાન ખાન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ફિલ્મોની વાત કરીએ તો સલમાન હાલ પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ભારતની વાર્તા ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ પર આધારિત છે. ફિલ્મમાં તેની ઓપોઝિટમાં કેટરીના કૈફ છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.