યુએસએ: અમેરિકન હોસ્પિટલ ‘ગાઈસિંજર મેડિકલ સેન્ટર’માં એક નવતર પ્રયોગ શરૂ થયો છે, જેમાં દર્દીઓને સાજા થવા માટે દવા તરીકે વિવિધ પ્રકારનો આહાર જ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. ગાઈસિંજર મેડિકલ સેન્ટર હોસ્પિટલનો પ્રોગ્રામ એવા ઘણા નવા પ્રયાસોમાં સામેલ છે કે જેમાં ફૂડ દર્દીની મેડિકલ કેરનો મહત્વપૂર્ણ ભાગ મનાય છે અને તેને દવાઓ સમાન દરજ્જો અપાયો છે, જેમાં બીમારીના ઇલાજની તાકાત છે. સતત ઘણા એવા અભ્યાસ સામે આવી રહ્યા છે જે જણાવે છે કે લોકોનું સ્વાસ્થ્ય એ વાત પર પણ નિર્ભર કરે છે કે તેઓ શું ખાય છે. ફૂડ પર હવે ડોકટરો, હોસ્પિટલો, વીમા કંપનીઓનું ફોકસ છે, જેઓ ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદયના રોગો, હાઇપરટેન્શન અને કેન્સર જેવી બીમારીઓના ઇલાજની ધીમી ગતિથી પરેશાન રહે છે. ગાઈસિંજરના પ્રેસિડેન્ટ ડોક્ટર જેવન કહે છે, હેલ્ધી ફૂડ દવાઓથી વધુ અસર કરે છે. આરોગ્યપ્રદ ખાણી-પીણી દવાની ગોળી જેટલી સરળ નથી. ઘણા લોકો માટે હેલ્ધી ફૂડ સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી અમેરિકામાં ઘણા ડોકટરો અને હોસ્પિટલોએ જરૂરી ફળો-શાકભાજી ડિસ્કાઉન્ટ પર આપવાની વ્યવસ્થા કરી છે. ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન પર સ્થાનિક સ્ટોર તેવું ફૂડ પૂરું પાડે છે. વીમા કંપનીઓએ સારા ફૂડ અંગે ન્યૂટ્રિશનિસ્ટ, ડાયટિશિયનનાં વક્તવ્યોની શરૂઆત કરી છે. ટફ્ટ્સ યુનિવર્સિટીની ન્યૂટ્રિશન સાયન્સ સ્કૂલના ડિન ડૉ. દરિઉશ મોજાફરિનનું કહેવું છે કે ફૂડના મેડિસિન તરીકે ઉપયોગના આઇડિયાનો સમય આવી ગયો છે.
અમેરિકામાં ફૂડની દવા તરીકે શક્તિને 2002માં વૈજ્ઞાનિક વિશ્વસનીયતા મળી કે જ્યારે અમેરિકી સરકારે એક સ્ટડીનાં પરિણામ જાહેર કર્યાં હતાં તેમાં ટાઇપ 2 ડાયાબિટીસના દવાથી ઇલાજ અને ડાયટ, એક્સરસાઇઝ પ્રોગ્રામની અસરોની તુલના કરાઇ હતી. જે લોકોએ હેલ્ધી ડાયટ લીધું તેમનામાં ડાયાબિટીસનો ખતરો એ લોકોની તુલનાએ 58 ટકા ઓછો જણાયો કે જેમણે દવા લીધી હતી. હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર વિલિયમ લીએ તેમના આગામી પુસ્તક 'ઇટ ટુ બીટ ડિસીઝ'માં ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓના ઇલાજ માટે ફૂડના ડોઝ જેવા નુસખા બતાવ્યા છે. બધા ડોક્ટર ફૂડને દવાનો દરજ્જો આપવા સહમત નથી.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.