આપણા શરીર માટે જામફળ સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ ફળ છે. આમળાં પછી વિટામીન સી નો જો કોઈ ભંડાર હોય તો એ જામફળ છે. સામાન્ય રીતે સૌ કોઈ એવું માને છે કે ખાટાં ફળોમાંથી વિટામીન સી ખૂબ જ વધારે મળે છે. પરંતુ નારગી કે સંતરા જેવા ખાટાં ફળ કરતાં પણ મીઠા જામફળમાંથી વધારે પ્રમાણમાં વિટામીન સી મળે છે. આપણા શરીરની ત્વચા માટે ખૂબ જ ઉપયોગી એવું આ ફળ એક અમૃતફળ કહેવાય છે. કેટલાય ઔષધીય ગુણોથી સમૃદ્ધ જામફળ એ શિયાળાનું સૌથી અગત્યનું ફળ છે. તે ત્વચાના તમામ રોગોને દૂર કરવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો પણ ઈલાજ કરે છે. જામફળમાં વિપુલ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે કેન્સરના કોષોનો નાશ કરે છે. શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્યવર્ધક ઋતુ ગણાય છે. શિયાળામાં મળતા લાલ અને સફેદ જામફળ અનેક ગુણોથી ભરપુર છે. આપણે સૌ કદાચ અત્યારે રોજ જામફળ ખાઈએ છીએ પણ તેના અઢળક ફાયદા અને ઔષધીય ગુણો વિશે અજાણ હોઈએ છીએ. તો મિત્રો, ચાલો આજે આપણે શિયાળાના અમૃતફળ જામફળના ગુણો વિશે જાણીએ. જામફળમાં રહેલા વિટામિનો અને ખનિજ શરીરને અનેક પ્રકારની બિમારીઓથી બચાવવા માટે મદદરૂપ થાય છે. સાથે સાથે તે ઇમ્યુન સિસ્ટને પણ મજબૂત બનાવે છે. જામફળ ખાવાની સલાહ ડૉક્ટર પણ આપે છે.
જાણીએ જામફળ ખાવાથી શું થાય છે ફાયદા
સામાન્ય મળનારુ ફળ જામફળમાં પ્રોટીન વિટામિન અને ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કે કોલેસ્ટ્રોલ નહિવત.. આ પેટને જલ્દી ભરી દે છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. શુગરની માત્રા ઓછી રહેવાથી આ ડાયાબિટીઝના દર્દી માટે લાભકારી છે. આ ઉપરાંત આ લીલુ અને ગળ્યુ ફળ આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને દૂર રાખવામાં સક્ષમ છે.
વજન ઘટાડવામાં મદદરૂપ :
જામફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. તેમા કેલોરી ખૂબ ઓછી અને ફાઈબર ખૂબ વધુ હોય છે. એક જામફળમાં 112 કેલોરી હોય છે. જેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી... અને ધીરે ધીરે વજન ઘટવુ શરૂ થઈ જાય છે.
પ્રતિરોધક ક્ષમતા મજબૂત :
વિટામિન સી શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. પણ તમે કદાચ એ નહી જાણતા હોય કે સંતરા કરતા જામફળમાં ચાર ગણુ વધુ વિટામિન સી હોય છે. તેનાથી ખાંસી તાવ જેવા નાના મોટા ઈંફેક્શનથી બચાવ થાય છે.
કેંસરથી બચાવ :
જામફળમાં એંટીઓક્સીડેંટ લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે. જે બોડીમાં કેંસર સૈલને વધતા રોકવાનુ કામ કરે છે.
આંખોની રોશની વધારે :
વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. તેને ખાવાથી નબળી આંખોની રોશની વધવા માંડે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ :
તેમા રહેલા ફાઈબર અને પોટેશિયમ બ્લડમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. જામફળ ખાવાથી દિલની ઘડકન અને બ્લડ પ્રેશર નિયમિત રહે છે
દાંત મજબૂત :
દાંત અને મસૂઢા માટે પણ જામફળ ખૂબ લાભકારી છે. મોઢાના ચાંદાને દૂર કરવામાં પણ જામફળના પાન ચાવવાથી રાહત મળે છે. જામફળનો રસ ઘા ને જલ્દી ભરવાનુ કામ કરે છે.
ડાયાબિટીસ કંટ્રોલ :
જામફ્ળમાં રહેલ ફાઈબર ડાયાબિટીઝ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે જે બોડીમાં શર્કરાની માત્રાને સંતુલિત રીતે અવશોષિત કરવાનુ કામ કર છે. તેમા લોહીમાં ખાંડની માત્રામાં જલ્દી ફેરફાર થતો નથી.
તનાવ ઘટે :
મેગ્નેશિયમ તનાવના હાર્મોંસને કંટ્રોલ કરવાનુ પણ કામ કરે છે જે જામફળમાં ભરપૂર માત્રામાં હોય છે. દિવસ ભરના થાકને દૂર કરવા માંગો છો તો જામફળ ખાવ. આનાથી માનસિક રૂપે થાક નહી લાગે.
એંટી એજિંગ ગુણોથી ભરપૂર :
એંટિ એજિંગ ગુણોથી ભરપૂર જામફળ સ્કિનના ડેમેજ સેલને રિપેયર કરી તેને હેલ્ધી રાખે છે. જેનાથી જલ્દી કરચલીઓ પડતી નથી. તેના પાનને વાટીને પેસ્ટ બનાવી પછી આંખો નીચે લગાવો. તેનાથી આંખોના સોજા અને કાળા કુંડાળા ઠીક થઈ જશે.
શ્વાસની દુર્ગંધ :
મોઢામાંથી દુર્ગંધ આવે છે તો જામફળના કોમળ પાનને ચાવો.
પેટ સંબંધી પરેશાનીઓ :
જો તમે જામફળનુ સેવન સંચળ સાથે કરો છો તો તેનાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે.
બાળકોના પેટમાં કીડા પડી ગયા છે તો તેમને જામફળ ખાવા માટે આપો.
કબજિયાતની સમસ્યા છે તો ખાલી પેટ પાકેલુ જામફળ ખવડાવો
પિત્તની સમસ્યામાં પણ જામફળ ખાવુ ખૂબ લાભકારી છે.
જામફળ હાઈ એનર્જી ફ્રૂટ છે જેમાં વધુ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. આ તત્વો આપણાં શરીર માટે ખૂબજ જરૂરી હોય છે. જામફળ માથી વિટામીન બી-9 મળે છે જે ડીએનએ સુધારવા માટે ખુબજ મદદરૂપ થાઈ છે. જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નીશીયમ હૃદય અને સ્નાયુઓને તંદુરસ્ત રાખે છે અને અનેક બિમારીઓથી પણ બચાવે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.