યોગ હંમેશા ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય હિસ્સો છે અને તે શરીરને સ્વસ્થ રાખવા માટે મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એનો નિયમિત અભ્યાસ શરીરને ફિટ અને ચુસ્ત રાખે છે. યોગની મદદથી ત્વચા પણ ખૂબસુરત બની શકે છે. એવા ખાસ પાંચ યોગાસન છે જે ત્વચાને ખૂબસુરત બનાવવામાં મદદ કરે છે.
1. ઉત્તાનાસન : ઉત્તાનાસન કરવાથી વ્યક્તિના માથામાં રક્તનો સંચાર વધી જાય છે. આા કારણે મસ્તક અને ત્વચા બંને સ્વસ્થ રહે છે. આ યોગનો અભ્યાસ કરનાર સાધકના ચહેરા પર ઘડપણ કે કરચલી નથી દેખાતી.
2. સિંહાસન : સિંહાસનનો અભ્યાસ કરવાથી શરીરમાં રક્તનો પ્રવાહ બહેતર થાય છે જેના કારણે માંસપેશીઓને આરામ મળે છે તેમજ તણાવ દૂર થાય છે. આનો અભ્યાસ કરીને માથા પર દેખાતી કરચલી દૂર કરી શકાય છે.
3. મરીચ્યાસન : મરીચ્યાસન, ધનુરાસન તેમજ હલાસન એવા આસન છે જે કરવાથી ત્વચાનો થાક દૂર થાય છે. આ આસન થાક દૂર કરે છે અને સાથેસાથે ચહેરાને ચમક આપે છે. આમ, કરવાથી ખીલ જેવી સમસ્યા નથી થતી.
4. હાસ્ય યોગ : જો તમે ચહેરા પર જામેલી વધારાની ચરબીથી પરેશાન હો તો આજથી જ હાસ્ય યોગ કરવાનું શરૂ કરી દો. જોરજોરથી હસવાથી ચહેરાની ચરબી તો દૂર થાય જ છે પણ સાથેસાથે મગજ પર તંદુરસ્ત રહે છે.
5. વજ્રાસન : જો તમે લાંબા અને કાળા વાળ ઇચ્છતા હો તો આ સપનું વજ્રાસનની નિયમિત પ્રેકટિસથી પુરું કરી શકાય છે. આનાથી વાળ ખરતા અટકે છે અને વધારે મજબૂત બને છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.