રાણી લક્ષ્મીબાઈ : જાણો તેમનો ઇતિહાસ અને ઝાંસીનું યુદ્ધ

Sep 10 08:17 2022

રાણી લક્ષ્મીબાઈ (૧૮૨૮ - ૧૭ જૂન ૧૮૫૮) ઝાઁસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસન્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માઁ નું મ્રત્યુ થયું. તેમનું પાલન પિતાએ જ કર્યુ હતુ. મનુ ને નાનપણમાં શાસ્ત્રોં ની શિક્ષા ની સાથે શસ્ત્રોં ની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસી ની રાણી બન્યાં. વિવાહ પથી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમર માં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવ નું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.


અંગ્રંજ રાજનીતિ
ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા -ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિ ના ઋણ ને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લા ને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કીમત પર ઝાંસી રાજ્ય ની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો


ઝાંસીનું યુદ્ધ
ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દિધુ અને એક સ્વયંસેવક સેનાનં સંગઠન કરવાનું પ્રારમ્ભ કર્યુ. આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.
૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેરને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.