અમેરિકાના કેલિફોર્નિયામાં સિનેમાજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર અવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ ફંક્શનમાં મેક્સિકોના ડિરેક્ટર અલ્ફોંસો કુરોંની ‘રોમા’ને વિદેશી ભાષાની ફિલ્મોની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. મેક્સિકોની આ પહેલી ફિલ્મ છે જેને આ કેટેગરીમાં અવોર્ડ મળ્યો હોય. આ સાથે જ ભારતની શોર્ટ ફિલ્મ ‘પીરિયડ : એન્ડ ઓફ સેન્ટેન્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ સબ્જેક્ટનો અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ પીરિયડ્સ સાથે જોડાયેલી ખોટી ધારણાઓ સામે લડતી મહિલાના જીવન પર આધારિત છે.
‘રોમા’ના ડિરેક્ટર કુરોંને 91મા એકેડમી અવોર્ડ સમારોહમાં સિનેમેટોગ્રાફી માટે પણ ઓસ્કાર મળ્યો છે. રિલીઝ પછી આ ફિલ્મની સિનેમેટોગ્રાફીના પણ બહુ વખાણ થાય છે. કુરોં એવી પહેલી વ્યક્તિ છે જેને પોતાના જ ડિરેક્શનમાં બનેલી ફિલ્મની સિનેમેટોગ્રાફી માટે અવોર્ડ મળ્યો હોય. કુરોની આ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મથી લોકોને ભારે આશા છે. આ શ્રેણીમાં કોલ્ડ વોર (પોલેન્ડ), શોપલિફ્ટર્સ (જાપાન), નેવર અવે (જર્મની) તેમજ કેપરનૌમ (લેબનોન)નું પણ નામાંકન થયું હતું.
રોમાની વાર્તા 1970ના દશકના મેક્સિકોની છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિવાય સ્પાઇડરમેન : ઇન ટુ ધ સ્પાઇડર વર્લ્ડને સર્વશ્રેષ્ઠ અનિમેટેડ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આ સિવાય એવોર્ડ જીતનાર ફિલ્મોની યાદી નીચે મુજબ છે.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : રેજિના કિંગ (ઇફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર : માહર્શાલા અલી (ગ્રીન બુક)
બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઇન : રૂથ કાર્ટર
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ : ફર્સ્ટ મેન
બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ : સ્કિન
ઓરિજનલ સ્ક્રિન પ્લે : ગ્રીન બુક
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે :BlacKkKlansman
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.