સ્વાઈન ફ્લુથી બચવા માટે ખૂબ જ અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર, આજથી જ શરૂ કરો

Sep 11 06:57 2022

ડુક્કરમાં રહેલા ઈન્ફ્લુઅન્ઝાના વાયરસને કારણે માણસોને પણ શ્વસનતંત્રમાં ઈન્ફેક્શન લાગી શકે છે જે સ્વાઈન ફ્લુ તરીકે ઓળખાય છે. આ જીવલેણ રોગ આખી દુનિયામાં લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. સ્વાઈન ફ્લુ તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પાડીને જીવની સામે જોખમ ઊભુ કરે છે. સ્વાઈન ફ્લુના લક્ષણો ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો જેવા જ હોય છે.

લક્ષણ 

ઈન્ફ્લુએન્ઝા અને સ્વાઈન ફ્લુના લક્ષણો સરખા જ હોવા છતાં સ્વાઈન ફ્લુની ટ્રીટમેન્ટ મુશ્કેલ છે. આ રોગના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, કફ, નબળાઈ, શરીર તૂટવું, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઠંડી લાગવી, ગળુ બેસી જવુ વગેરેનો સમાવેશ થાય છે. સ્વાઈન ફ્લુના વાયરસ એટલા મજબૂત થઈ ગયા છે કે હવે તે દવાને પણ મચક નથી આપતા. આથી જ તેનાથી બચવા ઘરેલુ ઉપચાર કરવા જરૂરી છે.

આયુર્વેદિક ઉપચાર 

આયુર્વેદિક ઔષધિઓનો ઉકાળો સ્વાઈન ફ્લુનો એક અકસીર ઈલાજ છે. વૈદ્ય પ્રવીણ હીરપરાએ જણાવ્યું, “સ્વાઈન ફ્લુથી બચવા 15થી 20 તુલસીના પાન, 5 ગ્રામ ગોળ, 1 ગ્રામ સૂંઠ લઈને 1 કપ પાણીમાં ઉકાળો. ચાર પાંચ ઊભરા આવે એટલે ગાળીને પી જાવ. આ ક્વાથ સ્વાઈન ફ્લુ સામે રક્ષણ આપે છે.”
આ ઉપરાંત આયુર્વેદમાં એક એવા ઉકાળાનો ઉલ્લેખ છે જે સ્વાઈન ફ્લુમાં રામબાણ ઈલાજ છે. તે બનાવવાની રીત જણાવતા વૈદ્ય હીરપરાએ જણાવ્યું, “આ ક્વાથ આઠ ઔષધિઓથી બને છે. અરડૂસી, ગળો, લીમડાની અંતરછાલ, હરડે, કડુ, બહેડા, કરિયાતું, આમળા આ આઠ વસ્તુ લઈ પાવડર બનાવો. તેમાં દરેક ચીજ સરખા ભાગે હોવી જોઈએ. 25 ગ્રામ ભૂકો ચાર કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ધીમા તાપે ઉકાળો. અડધો કપ જેટલું લિક્વિડ બાકી રહે ત્યારે ગાળીને પીઓ.” આટલી માથાકૂટ કરવાનો કંટાળો આવતો હોય તો માર્કેટમાં તેની તૈયાર ટેબ્લેટ્સ પણ મળે છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.