છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મના ટ્રેલરને જોઇને ફિલ્મની સ્ટોરી લોકોને જરૂરથી ગમી જશે. રાકેશ ઓમપ્રકાશ મહેરાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ખુલ્લામાં શૌચ તેમજ સેનિટેશન સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુ્દ્દાઓની આસપાસ જોડાયેલી છે.
ફિલ્મનાં ટ્રેલરમાં આઠ વર્ષના કન્હૈયા નામના એક બાળકને બતાવવામાં આવ્યો છે જે મુંબઇમાં પોતાની માતા સાથે રહે છે. પરંતુ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે આ વચ્ચે જ તેની માતા દુષ્કર્મનો ભોગ બને છે. જે બાદ બાળક તેની માતા સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ માટે વડાપ્રધાનને પત્ર લખે છે.
વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ તે ટ્રેનમાં બેસી નવી દિલ્હી વડાપ્રધાનને મળવા માટે નીકળે છે. ન્યાય મળશે તેવી આશા સાથે તે પોતાના બે મિત્રોને પણ સાથે લઇ જાય છે. જે બાદ ફિલ્મની વાર્તા આગળ વધે છે.
આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ અંજલિ પાટિલ, મકરંદ દેશપાંડે, રસિતા અગાશે, સોનિયા અલબિઝૂરી તેમજ નચિકેત પૂર્ણપત્ર જોવા મળશે. ફિલ્મ 15 માર્ચ 2019ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.