ॐ અર્કાય નમ : ||
*ભગવાન સૂર્ય નારાયણ ના બાર નામો માં એક નામ છે.. “ અર્ક ”.* જે યુવાન છે તે, દરરોજ સવારે *સૂર્ય નમસ્કાર* કરતાં આ મંત્ર નું ઉચારણ કરે જ છે. *સૂર્ય ની સામે સવારે બેસવાથી* જેમ ઠંડી, કફ, શરદી, ખંજવાળ દૂર થાય ને સ્ફૂર્તિ આવે, પાચન સુધરે. વાતાવરણ માં થી જીવાત - મચ્છર- કૃમિ દૂર થાયછે. *સૂર્ય ના પ્રતિનિધિ બનવાનું સૌને ગમે.* સૂર્ય પાસે જવાથી *જેમ રોગ જાય તેમ હુંફ ને સ્ફૂર્તિ મળે. જે માણસો એક- બીજાને હુંફ આપવા માટે સતત પ્રયત્નશીલ છે* તે બધાજ સૂર્ય ના પ્રતિનિધિ છે તેમ સમજી શકાય.
*વૃક્ષ- વનસ્પતિ પણ સૂર્યનું કામ કરનાર* છે. તે સૌમાં *અર્ક- એટલેકે* આપણો સૌનો પરિચિત *"આકડો"* એ અગ્રેસર છે. તો આવો આજે આપણે *આક્ડાભાઈ ને ઓળખીએ- સમજીએ.
*આકડો એટલે દુઃખાવાનો ને કફ ના રોગોનો દુશ્મન.* શરીરના કોઈપણ ભાગમાં દુઃખાવો થાય કે ક્યાંય *ક્ફના રોગો-* ખંજવાળ, પાક- પરુ, સોજા, દમ નું દર્દ, કૃમી હોય ત્યાં *આકડો અકસીર* છે. _અરે !! ખેતીમાં પણ આકડો ખેડૂત નો મિત્ર છે._ *ખેતર માં* પાક ઉપર જીવાત થાય કે હિમ પડવાથી પાક બળવાની સ્થિતિ ઉભી થાય, ઉધઈ થાય કે છોડ નો યોગ્ય વિકાસ થાય નહિ ત્યારે *આકડાનો ઉપયોગ* અન્ય કોઈપણ ઝેરી દવાઓ કરતાં વધુ અક્શીર સાબિત થાયછે.
આકડો *વાયુ તથા કફનો નાશ* કરેછે. *ગુણમાં* ગરમ, લઘુ ને રૂક્ષ છે. *સ્વાદમાં* કડવો ને તીખો છે. _ભૂખ લગાડનાર, મળ શુદ્ધિ કરનાર છે તેમ ઝાડા પણ કરનાર છે. તે ઝેરી છે. સાથે ઝેર દુર કરનાર છે, કરમિયા, સુકા મસા, ચામડી ના રોગો, બરોળ વધે, પેસાબ અટકે, ગેસ- વાયુ ને ગોળો, પેટનો દુઃખાવો- સોજો, આફરો, ઉધરસ, શ્વાસ, વાયુના ને ખંજવાળ- ચામડીના રોગો આકડો દૂર કરેછે._
સુકા મસા: -* આકડાના પાનને બાફી ને વારંવાર બાંધવાથી બહાર લટકતા સુકા મસા કૂણા થઇ, સંકોચાઈ જાય.
કાનના દુઃખાવામાં :* આકડાના પાન ગરમ કરીને તેનો રસ સહેજ ગરમ હોય તેવો કાનમાં નાખવો, કાનની ફરતે આકડાના પાન ગરમ કરીને બાંધવા.
શ્વાસ- દમ- વરાધ :* નાના બાળકોને સસણી કે વરાધમાં આકડાના પાનના એક ચમચી રસમાં રાઈ અને સિંધવ સરખું ઉમેરીને પાવું અને છાતી ઉપર આકડાના ગરમ પાન બાંધી હળવો શેક કરવો...... *મોટા લોકોને* શ્વાસના હુમલા વખતે કફ કાઢવા માટે આકડાના પીળા પાનના એક ચમચી રસમાં આદુનો રસ ને મધ સરખા બાગે ઉમેરીને સવારે, સાંજે ને રાત્રે પીવડાવવું.
દાંતનો દુઃખાવો- દાંતના કૃમિ. :* આકડાના દુધમાં રૂ પલાળી તેને દાંતમાં પૂરવાથી દાંતના મૂળમાં પડેલા કૃમિ અને તેને કારણે થતો દુઃખાવો દૂર થાયછે. એક દર્દીને થતો દાંતનો અસહ્ય દુઃખાવોમાં તેમાંથી જીવતા કૃમિ બહાર કાઢીને દુઃખાવો દૂર થતા અમે જોયોછે.
ચામડીના રોગો :* આકડાના પાનના રસ સાથે સરસીયું તેલ ને હળદર સાથે પકાવીને માલીશ કરવાથી ખસ, લુખાસ, ખોડો, ખંજવાળ, *સોરાયસીસ જેવા ચામડીના રોગોમાં* લાભાદાઈ છે. ચામડીના રોગો મટાડવા માટે ગળ્યું, ખાટુ, ખારું બંધ કરીને *યોગ્ય વૈદ્ય ના માર્ગદર્શન થી સારવાર* લેવી જરૂરી છે. એટલું ચોક્કસ કહી શકાયકે ચામડીના *દર્દ દૂર કરવામાં આયુર્વેદ પાસે જ ઉત્તમ ઉપાયો છે.*
સુકી ખાંસી :* સાકર નો ટુકડો લઈ તેમાં ૨-૩ ટીંપા આકડાનું દૂધ નાખવું. સાંજે તે ખાઈ ઉપર કાળીદ્રાક્ષ ખાવી તેથી રાત્રે આવતી સુકી ખાંસી કાબુમાં આવેછે.
દુઃખાવો :* શરીરમાં કોઈપણ બહારના ભાગે દુઃખાવો થાય ત્યાં દીવેલ લગાવેલા આકડાના પાન બાંધવા. આખું શરીર જકડાઈ જઈને દુ:ખતું હોયતો ખાટલા ઉપર *આકડાના પાન પાથરી ઉપર ગરમ શાલ ઓઢાડી ખાટલા નીચેથી શેક આપવાથી દુઃખાવો દૂર થાયછે.*
પેટનો દુઃખાવો :* દીવેલ ચોપડીને ગરમ કરેલા આકડાના પાકા પાનને પેઢું ઉપર બાંધવા અને તેની ઉપર કપડાના ગોટા થી શેક કરવો. આથી *કબજિયાત, ગેસ- વાયુ, અપચો માં લાભ* થાયછે.
કાંટો વાગે :* કાંટો વાગ્યો હોય તે સ્થાને આકડાના દૂધ વાળું રૂ દાબીને પતો બાંધવાથી કાંટો બહાર આવી જશે.
આપણો સૌનો પરિચિત છતાં *અતિ પરિચયાત અવજ્ઞા* ના પ્રમાણે ઘણોજ ઉપયોગી હોવા છતાં તેનો ઉપયોગ નહિ કરવાથી આવી *_અનેક દિવ્ય ઔષધી આપણને દુઃખી જોઇને રડતી રહેલી છે.... રડે લીમડો, રડે પીપળો, ગળો ડુસકા ભરતી... આ દિવ્ય ઔષધી રડતી... આવો તેને વાવીએ, ઉછેરીએ, ઉપયોગ કરીએ ને તાજા- માજા રહીએ._*
*વૈદ્ય મહેશ અ. અખાણી,*
*વૈદ્ય પરાશર મ. અખાણી.*
*અમૃત આયુર્વેદ કેન્દ્ર પાલનપુર.*
Related Articles
write a comment
1 Comments
Add a Comment
Your data will be safe!
Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.
All fields are required.
Success!
Danger!
This field is required
This field is required
Congratulations