શનીવારે હનુમાનજીની પૂજા પહેલા આ મંત્રો બોલવાથી થાય છે. અદભૂત ફળ પ્રાપ્તી

Sep 10 08:26 2022

જ્યારે ભક્તોની વાત આવે ત્યારે હનુમાનજીથી પરમ મોટાં કોઈ ભક્ત નથી. તેમના રુંએ રુંએ શ્રીરામ છે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. ભક્તોને અનેક પ્રકારે સહાય કરતા હનુમાનજી કળિયુગમાં વિશેષ રૂપે પૂજાય છે. તેમના દર શનિવારે દર્શન કરવા જવા વાળા ભક્તોની સંખ્યા ઘણી મોટી હોય છે. શિયાળો હોય કે ઉનાળો કે પછી વરસતો વરસાદ શનિવાર અનેકવાર હનુમાનજીના મંદિરની બહાર મોટી લાઈનો જોવા મળે છે. રામ ભક્ત હનુમાન આદર્શ દેવતા છે. જો હનુમાનજીની વિશેષ કૃપા જોઈતી હોય તો હનુમાનજીના દર્શન કરતાં પહેલાં જય શ્રી રામ અવશ્ય બોલો. ભગવાન રામનો આ નાનકડો મંત્ર પણ હનુમાનજીની અસીમ કૃપાની પ્રાપ્તિનો દરવાજો ખોલી નાંખે છે.
 

મંત્ર:
ॐ રામ ॐ રામ ॐ રામ

જે ભક્ત શ્રીરામની પૂજા શ્રદ્ધાથી કરે છે તેના પર હનુમાનજીની કૃપા સદા માટે રહે છે. જ્યાં પણ શ્રીરામના નામનો જાપ થાય છે ત્યાં હનુમાનજી સ્વયં કોઈને કોઈ સ્વરૂપમાં ઉપસ્થિત થઈ જાય છે. એટલું જ સઘળું બરોબર કરી દે છે. શાસ્ત્રોનુસાર હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે સશરીર આ પૃથ્વી પર વિચરણ કરે છે. હનુમાનજી તેમના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. કળિયુગમાં હનુમાનજીની આરાધના ગ્રહ, મન, કર્મ તેમજ વિચારોના દોષને દૂર કરી સુખ-સફળતા આપે છે. મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ સરળ બનાવી આપે છે. તેમને સંકટમોચન પણ કહેવાય છે. હનુમાનજીની પૂજા આમ તો કોઈપણ વારે કરી શકાય છે પરંતુ મંગળવાર અને શનિવારે કરેલી પૂજા વિશેષફળદાયી રહે છે.

 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.