લાફીંગ બુદ્ધા ની મૂર્તિઓ બનાવી દે છે બધા બગડેલ કામ, જાણો કઈ દિશા માં રાખવાથી મળે છે લાભ

Sep 12 06:35 2022

              તમે હંમેશા જ્યારે પણ લોકો ના ઘર અથવા ઓફીસ જતા હશો તો સજાવટ ના સામાન ના વચ્ચે લાફીંગ બુદ્ધા ની મૂર્તિ દેખી હશે. લાફીંગ બુદ્ધા ની ડીમાંડ માર્કેટ માં પણ ક્યારેય પૂરી નથી થતી અને ભેટ ના રૂપ માં પણ તેનો ઉપયોગ ખુબ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો લાફીંગ બુદ્ધા તમે કોઈ ને ભેટ ના રૂપ માં આપો છો તો તેના ઘર પણ ખુશીઓ આવે છે અને તમારો પરિવાર પણ સુખી રહે છે. સાથે જ દેખવામાં પણ આ ઘણું સુંદર હોય છે. એવામાં તમારા મન માં પણ સવાલ આવતો હશે કે આ લાફીંગ બુદ્ધા છેવટે છે કોણ અને તેમની દરેક મૂર્તિ હસતી જ કેમ હોય છે. સાથે જ તમને જણાવીશું કે લાફીંગ બુદ્ધા ની મૂર્તિ ને ઘર માં સજાડવાથી શું લાભ મળે છે.
 

લાફીંગ બુદ્ધા ને રાખવાનું માને છે શુભ
જેમ આપણા દેશ માં વસ્તુ શાસ્ત્ર માનવામાં આવે છે તેમ જ ચીન માં ફેંગશુઈ હોય છે. ઘર માં બરકત અને સુખ સમૃદ્ધિ લાવવા માટે આપણે વાસ્તુ નું ધ્યાન આપીએ છીએ. મુખ્ય દ્વાર આ દિશા માં હોય, કિચન કઈ દિશા માં હોય તેમ જ ચીન માં ફેંગશુઈ છે જે વાસ્તુ ની જેમ જ કામ કરે છે. આપણા અહીં ધન ના દેવતા કુબેર મહારાજ છે અને ચીન માં લાફીંગ બુદ્ધા ને ધન ના દેવતા માનવામાં આવે છે. તેને ઘર દુકાન ઓફીસ ક્યાંય પણ રાખવાથી કૃપા મળે છે. તેનાથી પહેલા જાણી લો કે છેવટે બુદ્ધા ના આ રૂપ નું નામ લાફીંગ બુદ્ધા કેમ પડ્યું.

 

કોણ હતા હકીકતમાં લાફીંગ બુદ્ધા
મહાત્મા બુદ્ધ ના ઘણા શિષ્ય હતા તેમાંથી એક શિષ્ય હતા જાપાન ના હોતોઈ. જ્યારે હોતોઈ બૌદ્ધ બન્યા તો તેમને આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થઇ. જેવું જ એવું થયું તે જોર જોરથી હસવા લાગ્યા. તેમના જીવન નો ફક્ત એક જ ઉદ્દેશ્ય હતો લોકો ને હસાવવું અને તેમના જીવન ને સુખી બનાવવું. હોતોઈ દરેક જગ્યાએ જતા અને લોકો ને હસાવતા. તેના પછી થી જ તેમનું રાખી દેવામાં આવ્યું લાફીંગ બુદ્ધા એટલે કે તે બુદ્ધા જે હસતા રહેતા. હસવું તબિયત માટે સારું હોય છે અને તેનાથી મન પણ પ્રસન્ન થાય છે અને સકારાત્મક શક્તિઓ મળે છે. તેના પછી થી તેમને માનવા વાળા ની સંખ્યા પણ વધી ગઈ.
ચીન માં લાફીંગ બુદ્ધા ને ઉદાર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. બુદ્ધા પણ એક ભિક્ષુક હતા અને તેમને ફરવું અને મોજમસ્તી કરવી બહુ પસંદ છે. તેમને લોકો ને હસાવવા માટે કંઇક અલગ નહોતું કરવું પડતું. તે ફક્ત પોતાના વિશાળ શરીર અને નીકળેલ પેટ દેખીને લોકો હસવા લાગતા હતા. આ પ્રકારે તમે દેખશો કે જ્યાં પણ લાફીંગ બુદ્ધા ની મૂર્તિ હોય છે તેનું પેટ બહાર નીકળેલ હોય છે.

 

લાફીંગ બુદ્ધા ના ઉપાય
મૂર્તિ ને ક્યારેય પણ મેન ગેટ એટલે કે મુખ્ય દ્વાર પર ના રાખવું જોઈએ. જ્યાં થી તમારું રોજ નું આવવા જવાનું હોય તે સ્થાન પર બુદ્ધા ની મૂર્તિ ના રાખો.
લાફીંગ બુદ્ધા ની તે મૂર્તિ પોતાના ઘર અને ઓફીસ ના સ્થાન પર રાખો જેમાં તે પોતાના બન્ને હાથ ઉઠાવીને હસી રહ્યા છે અને સાથે જ પૂર્વ દિશા માં જ તેને રાખો.
જો ઘર માં આવક વધારવી હોય અને સુખ શાંતિ માં વૃદ્ધિ ઇચ્છતા હોય તો લાફીંગ બુદ્ધા ની મૂર્તિ પોતાના ઘર ની દક્ષીણ પૂર્વ દિશા માં રાખી દો. તે દિશા માં રાખવાથી સકારાત્મકતા આવે છે.
જો તમને એવું લાગે છે કે તમારી ખુશીઓ ની કોઈ ની નજર લાગી ગઈ છે અથવા તમારા પરિવાર ના લોકો ને કામ બનતા બનતા
બગડી જઈ રહ્યું છે તો બુદ્ધા ની મૂર્તિ ઘર પર લાવો જેમાં તે ડ્રેગન પર બેસેલ હોય.
ઘર અને ઓફીસ અથવા બીઝનેસ માં બરકત માટે કામ ની જગ્યા પર બુદ્ધા ની તે મૂર્તિ લાવો જેમાં તે ધન ની પોટલી લઈને હસી રહ્યા હોય.

 

શ્રી જય માતાજી જ્યોતિષ કાર્યાલય
શાસ્ત્રી હિરેનકુમાર ધીરજલાલ વ્યાસ
પાલનપુર
Mo:-9824636531, 8200045585
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.