ફિલ્મ : વાય ચીટ ઈન્ડિયા , કલાકારો : ઈમરાન હાશ્મી, શ્રેયા ધનંવતરી , ડિરેક્ટર : સૌમિક સેન,
રેટિંગ : પાંચમાંથી ત્રણ સ્ટાર
આજે ઇમરાન હાશ્મીને મુખ્ય રોલમાં ચમકાવતી 'વાય ચીટ ઇન્ડિયા' રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શિક્ષણ જગતના સળગતા સવાલોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. 'વાય ચીટ ઇન્ડિયા'માં શિક્ષણ જગતમાં ચિટિંગ જેવા મુદ્દાને પહેલીવાર સ્પર્શ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બોલિવૂડમાં સીરિયલ કિસરની ઇમેજ ધરાવતા ઈમરાન હાશ્મીએ અલગ ઇમેજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે.
શું છે વાર્તા આ ફિલ્મની ?
આ ફિલ્મની વાર્તા રાકેશ સિંહ ઉર્ફ રોકી (ઈમરાન હાશ્મી) જેવા વ્યક્તિની છે, જે પોતાના પરિવાર અને સપનાઓના ભાર તળે દબાઈને એવા ખોટા રસ્તા પર નીકળી પડે છે, જેને તે માત્ર પોતાના નહીં બીજાના માટે પણ સાચો માને છે. રાકેશ એજ્યુકેશન સિસ્ટમની અંદર સુધી પગ પેસારી ચૂક્યો છે. તે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓઓનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ગરીબ હોંશિયાર બાળકોની બુદ્ધિ અને યોગ્યતાનો તે ઉપયોગ કરે છે. તે ગરીબ યોગ્ય બાળકોને અમીર ઠોઠ બાળકો માટે એક્ઝામમાં બેસાડે છે અને અમીરો પાસેથી ખૂબ પૈસા વસૂલે છે. ગરીબ બાળકોને પૈસા આપી રાકેશ અપરાધબોધથી મુક્ત રહે છે. તેનો એક શિકાર સત્તૂ (સ્નિગ્ધાદીપ ચેટરજી) બને છે અને તેની બહેન (શ્રેયા ધન્વંતરી) પણ તેના પ્રભાવમાં આવે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.