રજકામાં રહેલા અગણિત ગુણો આજથી ૧૬૦૦ વર્ષ પહેલા આરબોએ પારખ્યા અને તેને નામ આપ્યું : અલ-ફલ-ફા (સર્વે ખોરાકનો પિતામહ): કાળક્રમે આ ઔષધ દુનિયાભરમાં આલ્ફાલ્ફા તરીકે સ્વીકૃતિ પામ્યું જેને ગુજરાતમાં ઢોરના આહાર તરીકે આપણે રજકાના નામથી ઓળખીએ છીએ.
થાઇરોઇડ જેવી જટિલ બિમારીમાં તે અદ્દભુત કામ આપે છે. થાઇરોઇડથી પીડાતા દર્દીઓને રોજબરોજના જીવનમાં અનેક મુશ્કેલીઓ નડતી હોય છે. આલ્ફાલ્ફાના નિયમિત સેવનથી તેમની તકલીફો ખાસ્સી હદે હળવી થાય છેઃ ગ્રીક અને ચાઇનીઝ વૈદકમાં આલ્ફાલ્ફાનો ઉપયોગ આર્થરાઇટીસ અથવા ‘વા'નો ઇલાજ કરવા માટે થતો આવ્યો છે વા માટે આલ્ફાલ્ફાથી વિશેષ કોઇ દેશી દવા નથી - તેમાં રહેલું વિટામિન-યુ એક વિરલ અને મુશ્કેલીથી પ્રાપ્ત થતું તત્વ છે. પેપ્ટિક અલ્સર સામે તે જબરું રક્ષણ આપે છે. આલ્ફાલ્ફામાં મોજુદ વિટામીન બી-૬ ત્વચાને સારી રાખે છે. પ્રોટિન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે. લિવરનાં ફંકશન માટે ઉપયોગી વિટામીન કે પણ તેમાં છે. આ વિટામીન દિર્ઘાયુ માટે અને જનરલ હેલ્થ માટે બહુ ઉપયોગી છે
નામમાં શું બળ્યું છે? એવું મહાપુરૂષોએ પુછયુ છે અને લોકો પણ વારંવાર કહેતા હોય છે કે, નામનું કશું જ મહત્વ નથી. પણ આ વાત ‘આલ્ફાલ્ફા' નો કિસ્સામાં સાચી નથી કારણ કે આલ્ફાલ્ફામાં તેના નામ પ્રમાણેના ગુણ છે. અરેબિકમાં આલ્ફાલ્ફાનો અર્થ થાય છે સઘળા ખાદ્યપદાર્થોનો પિતામહ હા ! આલ્ફાલ્ફા અકે અરેબિક શબ્દ છ. તેનું અસલ નામ છે. અલ-ફુલ-ફા (તમામ ખોરાકનો બાપ) કાળક્રમે આ શબ્દ અપભંગ થઇને અંગ્રેજીમાં આલ્ફાલ્ફા બની ગયો.
આલ્ફાલ્ફા એક અદ્દભુત વનસ્પતિ છે. ચમત્કારીક પૌષ્ટિક અને મુલ્યવાન વનસ્પતિ અગાઉ આપણે અનુભવ્યું છે તેમ આપણને આપણા વૈદક પર ઝાઝો ભરોસો નથી એટલે જ પશ્ચિમના વૈજ્ઞાનિકો જયારે આપણા દેશી વૈદક પર મહોર મારે છે ત્યારે જ આપણે તેને વધાવીએ છીએ હળદરથી લઇ આમળા અને હાથલા થોરથી શરૂ કરીને ઘઉંના જવારા સુધીની ઉદાહરણો આપણી નજર સમક્ષ છે. આજે આવી બધી વસ્તુનું આપણે મુલ્ય કરીએ છીએ કારણ કે પશ્ચિમજીએ તેનાં ગુણોનું સમર્થન કર્યુ છે.
આજે તમે ઇન્ટરનેટ આલ્ફાલ્ફા બેનીફિટસ એટલે ટાઇપ કરીને ગુગલમાં સર્ચ આપોતો ઇન્ટરનેટ તમારી સમક્ષ હજજારો પેજ ખોલી આપે છે.આખી દુનિયા આજે સ્વીકારતી થઇ છે ક, આલ્ફાલ્ફા એક એવી વનસ્પતિ છે જેમાં અગણિત પોષક દ્રવ્યો છ.ે એટલે જ માનવજાત છેલ્લા લગભગ ૧૬૦૦ વર્ષોથી એક સુપરકુડ તરીકે તેનો ઉપયોગ કરતી રહી છ.ે સદીઓ અગાઉ આરબોએ આ વનસ્પીતના ચમત્કારીક ગુણોને પારખ્યા હતા. તેમણે અનુભવ્યું કે, આ વનસ્પતિ ખાઇને અરબી અશ્વો ખડતલ રહે છ.ે સ્વસ્થ રહે છે. અને જાણે હવાથી વાતો કરતા હોય તેમ ભાગી શકે છે. પછી અરબસ્તાનમાં તેમાં અનેક પ્રયોગો થયા. માનવજાતની વિવિધ બિમારી પર તેનો કેવી રીતે ઉપયોગ થઇ શકે તે અંગે વિસ્તૃત અભ્યાસ કરાયો, પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પણ એક પ્રયોગો હાથ ધર્યા અને છેવટે તેના અનેકાનેક ઉપયોગ સામે એક રોગપ્રતિકારક તરીકે અને સ્વાસ્થ્ય વર્ધક સુપરફુડ તરીકે તો થઇ જ શકે છે, સાથેસાથે અલગ અલગય બિમારીઓ પર એ અત્યંત અસરકારક પરિણામ આપે છે.રજકાના આવા જ કેટલાક ગુણો વિશે આપણે વાત કરીએ.
- ગ્રીક અને ચાઇનીઝ વૈદકમાં તેનો ઉપયોગ આર્થરાઇટીસ અથવા ‘વા'નો ઇલાજ કરવા માટે થતો આવ્યો છે વા માટે આલ્ફાલ્ફાથી વિશેષ કોઇ દેશી દવા નથી. વા અને ગાંઠિયો વા એક અત્યંત જટિલ બિમારી છે. એલોપથી પાસે તેનો કાયમી, અસરકારક ઇલાજ નથી. આયુર્વેદની મોટા ભાગની દવાઓ તેમાં કામ ચલાઉ રાહત આપે છે. બે-ચાર-છ મહિના સુધી આલ્ફાલ્ફાનું નિયમિત સેવન કરવાથી આ બિમારીથી કાયમી છુટકારો મેળવી શકાય છે.
રજકામાં અદભૂત પ્રકારના દર્દશામક તત્વો છે જે વાના દુખાવા અને કાયમી રાહત આપે છે વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, વા માટે અને ગાંઠીયા વા ની બીમારીમાં રજકા કરતા વધુ અસરકારક દેશી ઔષધ બીજુ એકપણ નથી. આર્થરાઇટિસ અથવા તો વાના અનેક પ્રકારો છે, આ તમામ પ્રકારોમાં આલ્ફાલ્ફા જબરદસ્ત પરિણામ આપે છે. સંધીવાનો તે કાયમી અને શ્રેષ્ઠ ઇલાજ છે.
જેનામાં બેડ કોલેસ્ટોરલ દૂર કરવાનો અનોખો ગુણ છે. ખરાબ કોલેસ્ટોરસ દૂર કરવાની સાથેસાથે એ ગુડ કોલેસ્ટોરલની જાળવી રાખવાનું કાર્ય પણ કરે છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ એ થવા દેતુ નથી અને કોઇને બ્લોકેજ હોય તો એ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. હૃદયના અનપ્રવાહને નિયમિત કરવામાં પણ એ સહાય કરે છે.
- સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા સંશોધનમાં પુરવાર થયું છે કે રજકાના સેવનથી પેટનું અલ્સર મટાડી શકાય છે. બહુ વિરલ કરી શકાય તેવું વિટામીન -યુ તેમાં મોજુદ છે. તેમાં પ્રત્યે અલ્સર, કોલાઇટિસ અને ગેસ્ટ્રાઇટિસ જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે, વિટામીન-યુની મદદી પેપ્ટિક અલ્સરના એંશી ટકા કેઇસમાં દર્દીઓની સફળ સારવાર કરી શકાઇ હતી.
- રોજબરોજના જીવનમાં આપણો આહાર એકદમ સમતોલ હોતો નથી. શાકાહારી વ્યકિતએ શરીરને તમામ પ્રકારનું પોષણ આપવા માટે પોતાની થાળીમાં રોટલી, લીલુ શાક, સલાડ, દાળ, કઠોળ અને દહીં-દૂધ જેવી અનેક વસ્તુઓ આવરી લેવી પડે છે. રોજ કમસે કમ એકાદ-બે ફળો લેવાના રહે છે. ડ્રાયફ્રુટસ લેવા પડે છે. સામાન્યતઃ આવું શકય બનતું ની. એટલે જ આપણું શરીર અનેક જરૂરી વિટામિન્સ, ખનિજ અને એમિનો એસિડસ વગેરેથી વંચિત રહી જાય છે. તેનામાં આવા પોષક તત્વો ચિક્કાર પ્રમાણમાં છે, તેમાં બહુ મોટી માત્રામાં વિટામિન-એ, બી, ઇ. અને અને વિટામિન કે મોજુદ છે. તેમાં કેલ્શીયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા ખનિજો પણ મળી રહે છે. પાચન માટેના રેસા તત્વો (ફાઇબર) પણ તેમાં છે અને લોહી બનવા માટે જરૂરી એવું કલોરોફિલ (હરિત દ્રવ્ય) પણ પુષ્કળ પ્રમાણં છે આમ, આપણી થાળીમાં જે ઉપર રહી જતી હોય છે એ કમી આલ્ફાલ્ફાના સેવન દ્વારા ભરપાઇ થઇ શકે છે.
રજકાના નિયમિત સેવની શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-એ મળી રહે છે જે આંખોની દૃષ્ટિ માટે ઉપયોગી છે. કોઇપણ પ્રકારની ઇન્ફેકશન સામે લડવા માટે એ અતિ ઉપયોગી છે. તેમાં રહેલું વિટામિન ઇ આપણી ત્વચાને સૂર્યતાપના રેડિયેશનથી રક્ષણ આપે છે. હવાનાં પ્રદુષણ સામે મુકાબલો કરીને એ ત્વચાને નવજીવન બક્ષે છે. શરીરનાં મસલ્સને એ સ્વસ્થ રાખે છે. હૃદયને રક્ષણ આપે છે. હૃદયની નળીઓનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે.
- તેમાં રહેલું વિટામિન-યુ એક વિરલ અને મુશ્કેલીથી પ્રાપ્ત થતું તત્વ છે. પેપ્ટિક અલ્સર સામે તે જબરું રક્ષણ આપે છે. આલ્ફાલ્ફામાં મોજુદ વિટામીન બી-૬ ત્વચાને સારી રાખે છે. પ્રોટિન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્ત રાખે છે. લિવરનાં ફંકશન માટે ઉપયોગી વિટામીન કે પણ તેમાં છે. આ વિટામીન દિર્ઘાયુ માટે અને જનરલ હેલ્થ માટે બહુ ઉપયોગી છે. આલ્ફાલ્ફામાં એ પણ છે કે, ઇજા પછી રૂઝ લાવવામાં એ લોહી જામવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. એરિપેસન તેમાં રહેલું વિટામીન ડી હાલની મજબુતીમાં અને પેઢાને મજબુત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.રજકામાં પ્રોટિનનું પ્રમાણ લગભગ ૧૯ ટકા છે. માંસમાં ને ૧૬.પ ટકા હોય છે, દૂધમાં ૩.૩ ટકા, ઇંડામાં ૧૩ ટકા આસપાસ આમ પ્રોટિનની બાબતમાં તે નોન-વેજ ખોરાક કરતાં પણ આગળ છે. તેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ છે, આર્યન, પણ છે જેનાંથી હાલની સ્વસ્થતા વધે છે, હેમોગ્લોબિન વધુ બને છે અને લોહીને ઓકિસજન પણ પુરતો મળી રહે છે. તેમાં રહેલું મેગેનિઝ લોહીમાંથી ખાંડનું પ્રમાણ ઘટાડે છે. ડાયાબીટીસ માટે લેવાની દવાઓને તે આપમેળે વધુ અસરકારક બનાવે છે.
- મેગેનિઝ ઉપરાંત પ્રચુર માત્રામાં પોષક દ્રવ્યો મોજુદ છે.જેવાકે પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરિન, સોડીયમ અને સીલીકોન મેગ્નેશિયમ જેવાં તેના દ્રવ્યો શરીરને અનેક પ્રકારે મદદ કરે છે. આલ્ફાલ્ફાની વિશિષ્ટતા એ છે કે, તેમાં મૂળિયા જમીનથી છેક દસ-વીસ ફુટ સુધી પહોંચે છે. અને ત્યાંથી એ એવા ખનિજો તાણી લાવે છે જે સામાન્ય રીતે જમીનની સપાટી પર મળતા નથી. તેથી જ મિરલ્સ (ખનિજ) ની બાબતમાં તેનાં જેવું સમૃધ્ધ સુપરફુડ ભાગ્યે જ બીજું કોઇ હશે.
- રજકાનો એક અદ્દભુત ગુણ છેઃ ચરબી ઘટાડવાનો તેમાં એવા તત્વો ઠાંસી - ઠાંસીને ભર્યા છે જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. જો તમે ડાયેટિંગ કરતા હો તો આલ્ફાલ્ફા એ ડાયેટિંગની અસર ચારગણી વધારી દે છે તેનામાં ઓ ભરપુર પોષક દ્રવ્યો છે જેનાંથી પેટમાં વધુ પડતી ભૂખ નથી લાગતી. ડાયેટિંગમાં ખોરાક ઓછો લેવાથી ઘણી વખત નબળાઇ આવી જમી હોય છે, સુસ્તી જેવું લાગવા માંડે છે. જો ડાયેટિંગની સાથે સાથે આલ્ફાલ્ફા પણ લેવામાં આવે તો આવી ફરીયાદ રહેતી નથી.
- પશ્ચિમમાં થયેલા પરિક્ષણો પરથી સાબિત થયું છે કે, કિડની, મૃતાશય, પ્રોસ્ટેટના દર્દીઓ માટે અકસીર ઈલાજ છે. કિડનીમાં એ પથરી થવા દેતું નથી અને પથરી થઇ હોય તો તેને ઓગાળવાની ક્ષમતા પણ ધરાવે છે. વધતી ઉમર સાથે યુરિનનો પ્રવાહ ઘટી ગયો હોય તો તેને પણ નિયમિત કરવાની શકિત આલ્ફાલ્ફામાં છે.
- એલર્જીથી પીડાતા કે અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આલ્ફાલ્ફા આશીર્વાદરૂપ સાબિત થાય છે. આવી સ્થિતિમાં એ દર્દીને ખાસ્સી રાહત પહોંચાડે છે. રજકામાં રહેલું કલોરોફિલ આવી સ્થિતિમાં સાયનસાથે અને ફેફસાને રક્ષણ આપે છે. અને રિકવરીનો સમય, બહુ ઘટાડી નાખે છે.
- શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલનો નાથવા ઉપરાંત પણ આલ્ફાલ્ફા હૃદયને અનેક પ્રકારે સ્વસ્થ રાખે છે. હૃદયની આર્ટરીમાં એ પ્લાક જમા થવા દેતું નથી. રજકામાં એવા વિશિષ્ટ ગુણો છે. જેને લીધે હૃદય પોતાનું કાર્ય સરળતાથી કરતું રહે છે.
- આરબો અને ગ્રિક પ્રજાએ એક પૌરુષવર્ધક ઔષધ તરીકે માન્યતા આપી છે. ચાઇનીઝ ઔષધ શાષામાં તો આ બાબતે તેનાં ભરપુર ગુણગાન ગવાયા છે. માત્ર પુરૂષ નહિં,સ્ત્રીની પ્રજજનશકિતમાં પણ એ વધારો કરે છે
- થાઇરોઇડ જેવી જટિલ બિમારીમાં તે અદ્દભુત કામ આપે છ.ે થાઇરોઇડથી પીડાતા દર્દીઓને રોજબરોજના જીવનમાં અનેક મુશ્કેલીઓ નડતી હોય છે. આ રજકાના નિયમિત સેવનથી તેમની તકલીફો ખાસ્સી હદે હળવી થાય છે.
- લિવરને લગતી બિમારીના પણ રજકો ઉપયોગી છે. અકાળે ધોળા થતા વાળ કે ખરતા વાળની પણ એ અકસીર દવા છે.
રજકોએ ખરા અર્થમાં એક સુપરફુડ છે. એ પ્રોષકદ્રવ્યોથી ભરપુર છે અને તેનું સેવન બહુ સરળતાથી કરી શકાય છ.ે શરીરની ગમ્મે તેટલી જુની કબજીયાત દુર કરવાની તેમાના ક્ષમતા છે. શરીરના આખા પાચનતંત્રનો કાયાકલ્પ કરી ને એ મનુષ્યને એક સ્વથ્ય જીવન આપવા સમર્થ છે.
*સુભાષ સોનેરી*
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.