ગાજરમાં ગજબની પ્રતિકાર શક્તિ

Sep 10 08:21 2022

શિયાળાની શરુઆત થઇ ગઈ છે.  આ મૌસમમાં શરીરને ખૂબ જ પૌષ્ટિક આહાર આપી શકાય. જેમાં રસાહાર સૌથી ઉતમ આહાર છે.
*સવારે નરણા કોઠે*
1.હાલમાં ગાજરની શરુઆત થઇ ગઇ છે, ગાજરને ચાવીને ખાવાથી તેનો 35 % ફાયદો થાય છે, જ્યારે ગાજરનો રસ બનાવીને પીવાથી 90 થી 95 ટકા ફાયદો થાય છે, ગાજર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, 

2. શિયાળાની મોસમમાં રજકો સારા પ્રમાણમાં મળતો હોય છે, સવારે નરણા કોઠે રજકાનો રસ દરરોજ પીવામાં આવે તો શરીરને પોષકતત્વોની કમી રહેતી નથી,  રજકાના રસને વિગ્નાનીકો ગ્રીન બ્લડ તરીકે ઓળખે છે, જે સીધે સીધુ લોહીને પોષણ આપે છે, 

3. મૂળાની પણ અત્યારે સિઝન આવી ગઇ છે, મૂળાને ચપ્પૂથી કાપીને નહી પણ બટકુ ભરીને ખાવો જોઇએ, જેની તીખાશ મોં ની અંદરની લાળગ્રંથીઓને સક્રિય કરે છે, મોં માં જેટલી લાળ વધુ બને એટલુ શરીર નીરોગી રહે, માટે મૂળાની સિઝનનો લાભ લેવો શરીર માટે ઉતમ છે.

*•બિલકુલ ન ખાઓ - ન પીઓ*
* વાસી ખોરાક, ખુલ્લો ખોરાક, કેમિકલવાળો ખોરાક, અત્યંત ઠંડુ ફ્રીઝની પાણી..
*ઓછામાં ઓછુ શુ ખાશો ?*
મીઠુ, મોરસ, મેંદો, મીઠાઇ, કોકાકોલા, પેપ્સી જેવા ઠંડા પીણા, તળેલા તથા ખૂબ તીખા પદાથોૅ, બેકરી પ્રોડક્ટસ, અથાણાં, પાપડ, તથા સોસ..
*પ્રમાણસર શું ખાશો ?*
ઇંડા, પનીર, ઘી, તેલ, સોયાબિન, ખજૂર, અંજીર, કાજુ, બદામ, તથા ગોળ...
*વધુ પ્રમાણમાં શું ખાશો ?*
અંકુરિત કઠોળ, સલાડ, નોમૅલ પાણી,..
*ખૂબ માત્રામાં શું ખાશો પીશો ?*
લીંબુ આદુનું શરબત, કુદરતી આહાર, ગોળ લીંબુનો શરબત, મેથી તુલસીનો ઉકાળો, દરરોજ ત્રણ ફળ, તાજી લીલી ભાજીઓ, તાજાં લીલાં શાકભાજી, ગાયનુ મલાઇ કાઢેલુ દૂધ, છાશ...
*આ જોખમ વધારે છે*
જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધુ પડતો ઉપયોગ, કેલરીથી ભરપૂર આહાર જેમાં તેલ, ઘી, ખાંડ, માખણ, મીઠાઇ, માંસ, મચ્છીનુ વધુ પ્રમાણ, વધુ તેલવાળી સબ્જી, ભોજનમાં અવાર નવાર ભજીયાં, પૂરી વગેરે...
*મીઠુ (નમક)*
જે લોકો મીઠુ વધારે ખાય તેમનુ બીપી ઉંચુ જાય, અને તેના વજનમાં વધારો થાય.
         *સુભાષ સોનેરી*

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.