(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
તારીખ : ૨૬/૧૨/૨૦૧૯ ને ગુરુવાર માગશર વદ ૩૦ (અમાસ) ના રોજ સૂર્યગ્રહણ થશે..
આ ગ્રહણ પૂર્વ આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, હિંદ મહાસાગર તથા ભારતમાં દેખાશે, જેથી ધાર્મિક રીતે પાળવાનું રહેશે.
ગ્રહણ નો સ્પર્શ સવારે ૦૮:૦૪ મિનિટ.
ગ્રહણ નો મધ્ય સમયસવારે ૦૯:૧૯ મિનિટ.
ગ્રહણ નો મોક્ષનો સમય સવારે ૧૦:૪૮ મિનિટ.
ગ્રહણ નો ભોગ્ય સમય (પર્વકાળ) ૦૨ કલાક ને ૪૪ મિનિટ.
ગ્રહણ ની તેજસ્વિતા૦.૯૭ રહેશે.
સૂર્ય ગ્રહણ
તારીખ ૨૬/૧૨/૨૦૧૯ માગશરવદ અમાસ ગુરુવારે
ગ્રહણ નો વેધ : તારીખ : ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ સાંજે : ૦૬:૦૩ મિનિટ.
ગ્રહણ નો સ્પર્શ : તારીખ : ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ સવારે : ૦૮:૦૪ મિનિટ.
ગ્રહણ નો મધ્યકાળ : તારીખ : ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ સવારે - ૦૯:૨૨ મિનિટ.
ગ્રહણ નો મોક્ષકાળ - તારીખ : ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ સવારે : ૧૦:૫૫ મિનિટ.
તારીખ : ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ સાંજે વેધ લાગવાથી મંદિરો માં સાંજ ની આરતી સાંજે : ૦૫:૩૦ કલાકે થશે.
તારીખ : ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ સાંજે ૦૬:૦૦ વાગ્યા થી તારીખ : ૨૬/૧૨/૨૦૧૯ ના રોજ સવારે : ૧૧-૩૦ વાગ્યા સુધી તમામ મંદિરો બંધ રહેશે.
ગ્રહણ માં પાળવાનાં નિયમો
૦૧. ગ્રહણ ના વેધ માં ભોજન ન કરવું, પવિત્રતા જાળવવી.
૦૨. ગ્રહણ શરું થતાં પહેલાં અને સમાપ્ત થયાં બાદ સ્નાન કરવું.
૦૩. ઇષ્ટ દેવ નું પૂજન, જાપ, તપ, સ્તોત્ર ના પાઠ કરવા, તર્પણ કરવું, અખંડ દીવો કરવો, ગ્રહણ પુરું થતાં જ દાન કરવું.
ગ્રહણ માં સૂઈ જવાથી તાવ આવે છે, લઘુશંકા જવાથી મૂત્રરોગ કે ઘર માં દરિદ્રતા આવે છે, દીર્ઘશંકા જવાથી પેટમાં કૃમિ નો રોગ થાય છે, અત્તર કે પરફ્યુમ લગાવવાથી કુષ્ઠ રોગ (ચામડીનો રોગ) થાય છે, ભોજન લેવાથી નર્કમાં જવું પડે છે.
ગ્રહણ માં ઇષ્ટ દેવ નાં જાપ કરવાથી મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
વૃદ્ધો, અશક્તો અને બિમાર વ્યક્તિઓ તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રહણ નો વેધ તારીખ૨૫.૧૨.૨૦૧૯ ના રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યા થી ગણવો.
ગ્રહણ કર્ક, તુલા, કુંભ અને મીન રાશિ માટે શુભ ફળ આપનારું છે.
ગ્રહણ મેષ, મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિ માટે મિશ્ર ફળ આપનારું છે.
ગ્રહણ વૃષભ, કન્યા, ધન અને મકર રાશિ માટે અશુભ ફળ આપનારું છે.
જેઓને માટે ગ્રહણ અશુભ છે તેમણે તથા ગર્ભવતી બહેનો એ ગ્રહણ જોવું નહી.
કનુભાઈ શાસ્ત્રી જી
ગુજરાત જ્યોતિષ વડોદરા
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.