હૈદરાબાદ : મહિલા ડોકટરની હત્યા અને ગેંગ રેપના ચાર આરોપીઓ રિકન્સ્ટ્રિકશન દરમિયાન નાશવા જતા એન્કાઉન્ટર
(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા હૈદરાબાદના મહિલા ડોકટર પર થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના પોલીસે પકડેલા ચાર આરોપીઓને કાઉન્ટર કરાયું છે.આ ઘટના ત્યાં થઈ હતી જ્યાં મહિલા ડોક્ટરને સળગેલી અવસ્થામાં લાશ મળી આવી હતી.
તેલંગાણામાં 10 દિવસ પહેલા મહિલા ડોકટર સાથે થયેલા ગેંગરેપ બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જેને લઈને સમગ્ર દેશમાં ઠેર ઠેર દેખાવો થયા અને ન્યાય માટેની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. હેવાનિયતભર્યા આ કૃત્ય ને અંજામ આપનાર ચારેય આરોપીઓને પોલીસ ઘટના સ્થળે શુક્રવારે લઈ ગઈ હતી. જ્યાં મહિલા તબીબ ની વગેરે અવસ્થામાં લાશ મળી આવે તે ઘટના સ્થળે કરનારા નીચે પહોંચ્યા પછી રી કન્સ્ટ્રકશનદરમિયાન ચારેય આરોપીઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે તેમની ભાગી જવાની કોશિશ ના કામિયાબ બનાવવા માટે ગોળી મારી દીધી હતી. જેમાં ચારેય આરોપીઓ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે આ એન્કાઉન્ટર માં આરોપીઓના મોતની ઘટનાને લઈને પીડિતાના પિતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ''મારી દીકરી ના મૃત્યુને આજે દસ દિવસ પુરા થયા છે. આ ઘટનામાં પોલીસ અને સરકાર નો આભાર વ્યક્ત કરું છું. મારી દીકરીના આત્માને હવે શાંતિ મળશે'' આ દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા છે. અને એન્કાઉન્ટરને લઈને સારી-નરસી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.