બનેલા કામ જો બગાડતા હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ અડદ ની દાળ ના આ 10 ઉપાય થી

Sep 10 08:21 2022

ગ્રહ દોષ માંથી છુટકારો મેળવવા માટે કાળા અડદ ના ઉપાય કારગર સાબિત થાય છે. વાસ્તુદોષ માંથી નકારાત્મક પ્રભાવને ઓછું કરવા માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે.

ઘણીવાર ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી તેમનું મુખ્ય કારણ હોય છે ગ્રહદોષ અથવા તો કુંડળીમાં રહેલા ગ્રહો ની સ્થિતિ નું સરળ ન હોવું પણ હોઈ શકે છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના અનુસાર કાળા અડદના દાણા નો ઉપાય ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. શનિ રાહુ અને કેતુ ગ્રહ નકારાત્મક પ્રભાવને ઓછું કરે છે.

જો કોઈના પણ લગ્નમાં અડચણ આવી રહી છે તો તેમને 250 ગ્રામ કાળા તલ, કાળા અડદ, તલનું તેલ, સવા મીટર કાળું કપડું અને એક નારિયેળ શનિદેવ ના મંદિર માં ચડાવવું જોઈએ। તેનાથી લગ્નમાં આવતી રુકાવટ દૂર થાય છે.

જે પતિ-પત્નીના સંબંધ સારા નથી તેમણે કાળા અડદના દાણા માં મહેંદી ભેળવીને બેડરૂમમાં રાખવી જોઈએ. આવું કરવાથી ઝઘડો સંપૂર્ણ રીતે પૂરો થઈ જાય છે.

જો તમારી પાસે પૈસા નથી ટકતા તો શનિવારના દિવસે કાળા અડદના દાણા માં થોડુંક દહીં અને સિંદૂર લઈને પીપળાના ઝાડ નીચે રાખી દો આવું લગાતાર પાંચ શનિવાર કરો.

નોકરી મેળવવામાં મુશ્કેલી આવી રહી હોય તો 300 ગ્રામ કાળા અડદના દાણા ને પીસીને લોટ બનાવી લેવો જોઈએ. હવે તેની રોટલી બનાવીને શનિ મંદિરમાં રાખી દેવી જોઈએ તેનાથી નોકરી ની સમસ્યા દૂર થાય છે.

વેપારમાં નુકશાન ની આવી રહી હોય તો એક મુઠ્ઠી કાળા અડદના દાણા લઈને મહાલક્ષ્મીજી ને કોઈપણ સિદ્ધ મંત્ર નો જાપ કરો. હવે એક લાલ કપડામાં શ્રી યંત્ર અને દાળ રાખીને પોટલી બનાવી લો. તેમને રોજે ધૂપ-દીપ લગાવો આ પોટલી તમને તમારા વેપાર ક્ષેત્રમાં રાખવી જોઈએ.

જેમનું કોઈપણ કામ તેમના અંત સમયમાં અટકી જતું હોય તો તેમણે ઘરની બહાર નીકળતા સમયે કાળા અડદના દાણા વિખેરીને જવું જોઈએ તેમનાથી કાર્યમાં આવતી અડચણ દૂર થાય છે.

જે લોકો નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યા છે અને તેમણે પોતાની દુકાન અથવા તો ફેક્ટરી ની બહાર લોખંડની ખીલી અને અડદની દાળ ખાડો ખોદીને દાટી દેવી જોઈએ તેનાથી ખરાબ નજરથી બચી શકાય છે.

આર્થિક સંકટથી બચવા માટે અડદની દાળ ના પકોડા બનાવી ને કૂતરાને ખવડાવી દો તેનાથી ધનમાં બચત થવા લાગશે.

જો તમને નજર લાગી રહી છે તો મંગળવાર અથવા તો શનિવારે તેને પોતાના માથા ઉપર 7 વાર કાળી અડદની દાળ ઉતારીને ચોક ઉપર ફેંકી દો.

મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પીસેલી કાલી અડદના દાણા 101 ગોળી બનાવી લો તેમને માછલીઓને ખવડાવી દો તેનાથી તમારી કિસ્મત ચમકી જશે.

શ્રી જય માતાજી જ્યોતિષ કાર્યાલય
શાસ્ત્રી હિરેનકુમાર ધીરજલાલ વ્યાસ
પાલનપુર
Mo. 9824636531, 8200045585.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.