મુંબઇ-સુરત વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરાઇ

Sep 10 08:24 2022

(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)

           કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાના પ્રયાસોથી જલેશ નામની ખાસ ક્રુઝને સુરતથી મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવી છે. આ ક્રુઝમાં વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. ક્રૂઝમાં ડિસ્કો થેકથી લઈ હોટેલ અને આરામદાયક બેડ રૂમ બનાવવામાં આવ્યા છે.જ્યારે ખાસ બેડરૂમમાં આરામ કરતા કરતા દરિયાની મજા માણી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત અને મુંબઈ વચ્ચેનું અંતર 10 થી 12 કલાકમાં કાપી લોકોને મજા આપી શકે છે.  આ સાથે જ ક્રૂઝમાં ખાસ સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રૂઝમાં 400 લોકોનો સમાવેશ થઇ શકશે. અને ભાડું 5 હજાર તેમજ બાળકો માટે 4 હજાર રાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ક્રૂઝ શરૂ કરવાની વાત થઈ રહી હતી. જેમાં કેન્દ્રના શિપિંગ વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ પ્રયાસ કર્યા હતા. જેના પગલે સુરત અને મુંબઈના પ્રવાસીઓને તેનો લાભ મળશે.આ ક્રૂઝ શરૂ થતાં પ્રવાસીઓ ના ચહેરા ઉપર સ્મિત રેલાયું હતું. આટલી મોટી ક્રૂઝ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર શરૂ થઇ છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.