રેલ્વે દ્વારા મુસાફરો સાથે ઘોર અન્યાય, જયપુર બાન્દ્રા ટ્રેનને શ્રી ગંગાનગર સુધી લંબાવાઈ, રોજ ૩ કલાક મોડી આવી રહી છે ટ્રેન
(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક)
ગુજરાતના અને તેમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાંસદોની નિષ્ક્રીયતા કહો કે લાપરવાહીના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના મુંબઈ જતા આવતા મુસાફરો માટે સમયમાં અનુકૂળ અને આશિર્વાદરૂપ એવી ટ્રેન *અરાવલી એકસપ્રેસ* જેને લોકો જયપુર બાન્દ્રાના નામે ઓળખે છે, તેને રેલ્વેએ પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોની ભારોભાર અવગણના કરીને આ ટ્રેનને ૬૭૦ કીમી દૂર પંજાબ રાજસ્થાન સીમા ઉપર આવેલા શ્રી ગંગાનગર સુધી ગત તા. ૮ નવેમ્બરથી લંબાવી દીધી છે. જેના કારણે આ ટ્રેન દરરોજ આશરે ૩ કલાક મોડી ચાલી રહી છે. આપણા ઉત્તર ગુજરાતના સાંસદો ઉંઘતા રહ્યા અને રાજસ્થાન વાળા આ રૂટની બધી ટ્રેનોની જેમ અરાવલીને પણ લાંબી ખેંચી ગયા.
બનાસકાંઠાના પાલનપુર, છાપી, પાટણ જિલ્લાના સિધ્ધપુર, ઊંઝા, મહેસાણા જિલ્લાના કલોલ જેવા શહેરોને વાપી, વલસાડ, મુંબઈ સાથે સીધા જોડતી એકમાત્ર ટ્રેન પણ રાજસ્થાનીઓના ફાયદા માટે લંબાવાતા ઉ.ગુ. ના મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ એકપણ સાંસદ કે ધારાસભ્યએ આ માટે અવાજ ઉઠાવ્યો નથી.મુંબઈ જવા તરફ સાંજે ૭ વાગે સિધ્ધપુર આવતી અરાવલી હવે ૩ કલાક મોડી એટલેકે ૧૦ વાગ્યા આસપાસ આવતાં સવારે મુંબઈ પહોંચી કામકાજે જવાવાળા લોકો મોડા પડી રહ્યા છે.૧૦ માર્ચ થી આ ટ્રેનનું ૧૨૦ દિવસ પહેલા થતું ઓનલાઈન બુકિંગ પણ બંધ કરેલ હોવાથી પ્લાનિંગ કરી રહેલા મુસાફરો સ્તબ્ધ છે. અને અમદાવાદથી મુંબઈનું બુકિંગ કરવા મજબૂર બન્યા છે. રેલ્વે દ્વારા કોઈ કારણ પણ નહી જણાવાયું હોવાથી આ ટ્રેન ૧૦ માર્ચ ૨૦૨૦થી બંધ થશે કે રૂટ પરિવર્તન કરાશે તેવી ધારણાઓ મુસાફર જનતામાં ઉભી થવા પામી છે.બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને રાજ્ય સભાના સાંસદ જુગલજી લોખંડવાલા વિગેરેએ રેલ્વે મંત્રી અને કેન્દ્ર સરકાર સમક્ષ ઉત્તર ગુજરાતના મુસાફરોને થઈ રહેલા અન્યાય બાબતે રજૂઆત કરી અરાવલી એકસપ્રેસને તેની મુળ સ્થિતીમાં રહે તે માટે પ્રયાસ કરવા જોઈએ અથવા ઉત્તર ગુજરાતના મુસાફરો માટે એક નવી ટ્રેન પાલનપુરથી બાન્દ્રા શરૂ કરાવવી જોઈએ અને એ શકય ના થાય તો ગુજરાત મેલને પાલનપુર સુધી લંબાવવી જોઈએ કારણકે માત્ર પાલનપુર રેલવે સ્ટેશન ઉપરથી જ 3500 થઈ 4000 મુસાફરો રોજિંદી અવર જવર કરે છે. જેને લઈને મુસાફરોમાં આ ટ્રેનને લઈને પ્રબળ માંગ ઉઠવા પામી છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.