પીએમ મોદી-જિનપિંગ વચ્ચે વાતચીત પૂરી, ભારત-ચીન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક ચાલુ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એકવાર ફરીથી આજે સવારે તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં જિનપિંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત લગભગ એક કલાક ચાલી. તામિલનાડુના મહાબલીપુરમમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત છે.
1. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈની આઈટીસી ગ્રાન્ડ ચોલા હોટલથી રવાના થઈને મહાબલીપુરમ પહોંચશે.
2. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી તાજ ફિશમેન્સ હોટલના કોવ રિસોર્ટ એન્ડ સ્પામાં એક એક બેઠક કરશે.
3. ત્યારબાદ બંને દેસો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થશે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહેશે. બંને પક્ષ ફરીથી શિખર સમિટના પરિણામ પર અલગ અલગ નિવેદન બહાર પાડશે.
4. ત્યારબાદ લગભગ 11.45 વાગે મહેમાન શી જિનપિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંચનું આયોજન કર્યું છે. જેમાં જિનપિંગને સ્વાદિષ્ટ વાનગીઓ પિરસાશે.
5. બપોરના ભોજન બાદ રાષ્ટ્રપતિ જિનપિંગ 12.45 મિનિટે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા નિકળશે અને બપોરે 1.30 વાગે વિમાનથી નેપાળ જવા રવાના થશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.