મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઓક્ટોબરે યોજાશે વિધાનસભા ચૂંટણી, 24મીએ પરિણામ-ચૂંટણી પંચ

Sep 13 12:56 2022

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા મીડિયાને સંબોધન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આજથી મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. 

સંબોધનની મુખ્ય વાતો...

  • - ગુજરાતની 4 બેઠકો પર જ પેટાચૂંટણી યોજાશે. 21 ઓક્ટોબરે મતદાન હાથ ધરાશે અને 24 ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર કરાશે. 
  • - મતગણતરી 24 ઓક્ટોબરે હાથ ધરાશે. 
  • - બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે યોજાશે વિધાનસભા ચૂંટણી. 
  • - જો કોઈ ઉમેદવાર પોતાના અપરાધિક રેકોર્ડની માહિતી નહીં આપે તો તેની ઉમેદવારી રદ કરાશે. 
  • - તમામ ઉમેદવારોએ પોતાના હથિયાર જમા કરાવવા પડશે.- સુનીલ અરોડા
  • - ઉમેદવારો 28 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. ખર્ચ પર પર્યવેક્ષક દ્વારા નિગરાણી રાખવામાં આવશે. 
  • - ચૂંટણી પ્રચારમાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ.
  • -  હરિયાણામાં 1.03 લાખ બેલેટ યુનિટ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1.8 લાખ બેલેટ યુનિટ છે. 1.28 લાખ સીયુ અને 1.39 લાખ વીવીપેટ મશીન છે. 
  • - લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભા ચૂંટણીમાં પણ ઈવીએમ અને વીવીપેટની ચબરખીઓને મેળવવામાં આવશે-સુનીલ અરોડા
  • - મહારાષ્ટ્રમાં 8.9 કરોડ અને હરિયાણામાં 1.28 કરોડ રજિસ્ટર્ડ વોર્ટસ છે.
  • - સુનીલ અરોડાએ જણાવ્યું કે આજથી બંને રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 
  • -હરિયાણા અને મહારાષ્ટ્રમાં સરકારનો કાર્યકાળ 2 અને 9 નવેમ્બરે ખતમ થવા જઈ રહ્યો છે. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.