શ્રીમતી ઈન્દિરા ગાંધી એક મહાન રાજનેત્રી હોવાની સાથે જ દ્રઢ ચરિત્રવાળી મહિલા હતી. જે માટે તે ફક્ત ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક હ્રદયોમાં રાજ કરતી હતી. તેઓ એક મહાન પિતાની મહાન પુત્રી હતી. તે બાળપણથી જ પ્રિયદર્શનીના નામથી જાણીતી હતી. ।
શ્રીમતી ઈન્દિરા ગાંધીજીનો જન્મ 19 નવેમ્બર 1917 ઈ. ને ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ શહેરમાં થયો હતો. શ્રીમતી ગાંધી એ પરિવારમાં જન્મી હતી જે પૂર્ણ રૂપથી દેશની સેવા માટે સમર્પિત હતો
તેમના પિતા પં. જવાહરલાલ નેહરુ અને માતા કમલા નેહરુ હતી. બાલ્યાવસ્થામાં જ ઉચ્ચ સ્તરના રાજનીતિક વાતાવરણનો પ્રભાવ મોટી હદ સુધી તેમના જીવન ચરિત્રમાં જોવા મળે છે.
તેમનુ શિક્ષણ ઈલાહાબાદના ફોર્ડ અને ગુરૂ રવિન્દ્રનાથ ટૈગોરના વિદ્યાલય શાંતિ નિકેતનમાં થયુ. સન 1942માં તેમનો વિવાહ એક પારસી યુવક ફિરોઝ ગાંધી સાથે થયો. 18 વર્ષના વૈવાહિક જીવન ઉપરાંત તેમના પતિનુ મૃત્યુ થઈ ગયુ. રાજીવ અને સંજય તેમના બે પુત્ર હતા.
ઈન્દિરા ગાંધીએ બાળપણથી જ પોતાના પરિવારને રાજનીતિક ગતિવિધિઓથી ધેરેલુ જોયુ. તેથી તેમના વ્યક્તિત્વ પર પણ રાજનીતિનો તીવ્ર પ્રભાવ પડ્યો. ઈલાહાબાદમાં તેમનુ ઘર આનંદ ભવન કોંગ્રેસ પાર્ટીની અનેક ગતિવિધિઓનુ કેન્દ્દ્ર હતુ.
પિતા પં. જવાહરલાલ નેહરુ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને નેતા હતા. દસ વર્ષની અલ્પાયુમાં જ ઈંદિરા ગાંધીએ પોતાની વયના લોકો સાથે મળીને વાનરી સેના તૈયાર કરી.
ગાંધીજીના અસહયોગ આંદોલનમાં આ સેનાનુ મુખ્ય યોગદાન રહ્યુ.
સ્વતંત્રતા પ્રાપ્તિ ઉપરાંત સન 1959 માં તેઓ સર્વસંમત્તિથી કોંગ્રેસ દળની અધ્યક્ષા બની. દેશના દ્વિતીય પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી 1966 માં તેમને દેશના પ્રધાનમંત્રી પદ માટે નિમણૂંક કરવામાં આવી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને તેમને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. 1967 ના સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ભારે બહુમત સાથે વિજયી બન્યુ અને તેઓ ફરીથી પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામ્યા.
શ્રીમતી ગાંધી 1966 માં પ્રધાનમંત્રી પદ માટે પસંદગી પામ્યા પછી અંત સુધી પ્રધાનમંત્રી રહ્યા. પણ 1977થી 1980 ના વચગાળામાં તેમને સત્તાથી બહાર રહેવુ પડ્યુ. પોતાના પ્રધાનમંત્રીત્વ કાળમાં તેમણે જે રણનીતિ અને રાજનીતિક કુશળતાનો પરિચય આપ્યો તેને આજે પણ આખુ વિશ્વ માને છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.