સખત મહેનત કરવા છતાં નોકરી મેળવવામાં મુશ્કેલી આવતી હોય તો ગણપતિને પાન ચઢાવો : ઉપાય
હિંદુ ધર્મ અને સનાતન પરંપરા અનુસાર દેવી-દેવતાઓની પૂજામાં પાનનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. આ પાન એટલે નાગરવેલનું પાન, જે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સન્માન વધારવા માટે સૌથી મોટા માધ્યમનું કામ પણ કરે છે. ગણપતિની પૂજા-આરાધનામાં પાન સાથે જોડાયેલો એક ઉપાય કરવાથી જીવનની લગભગ દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે અને ગણપતિની કૃપાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.
ગણપતિને આ રીતે ચઢાવો પાન
ભગવાન ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ ગણાય છે. તેમની પૂજા-આરાધનાથી જીવનની દરેક પ્રકારની મુશ્કેલીને દૂર કરી શકાય છે. ગણપતિની પૂજામાં પાનનો ઉપયોગ કરવાથી બધી જ પ્રકારની સમૃદ્ધિ મેળવી શકાય છે. કેટલીકવાર ખૂબજ મહેનત કર્યા છતાં કે બધા જ પ્રકારના પ્રયત્નો કર્યા છતાં સફળતા ન મળતી હોય તો ગણપતિના મંદિરમાં પાનના પત્તા સાથે સોપારી અને ઇલાયચી ચઢાવવી જોઇએ. આ ઉપાય કરવાથી જીવનમાં આવતી અડચણો તો દૂર થાય જ છે, સાથે-સાથે લગ્નજીવન પણ મધુર બને છે.
આ ઉપાયથી મળશે નોકરી
બધ અજ પ્રયત્નો કરવા છતાં રોજિંદાં કામમાં સફળતા ન મળતી હોય તો ઘરેથી નીકળતી વધતે ખીસામાં પાનનું એક પત્તુ મૂકવું. જ્યોતિષ અનુસાર આ ઉપાય કરવાથી કામમાં સફળતા મળવાની શક્યતા વધી જાય. બુધવારથી આ ઉપાયની શરૂઆત કરવાથી અને પાનનું સેવન કરવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.