World Cup 2019: અફગાનિસ્તાન ટીમની જાહેર, હસન અને અસગરને મળ્યું સ્થાન

Sep 11 01:44 2022

             ફાસ્ટ બોલર હામિસ હસન અને પૂર્વ કેપ્ટન અસગર અફગાનને વિશ્વ કપ માટે સોમવારે જાહેર થયેલી અફગાનિસ્તાન ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જેમાં આઈપીએલમાં રમી રહેલા રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ પણ સામેલ છે. ગુલબદીન નૈબની આગેવાની વાળી આ ટીમમાં મોહમ્મદ શહઝાદ અને સ્પિનર મુઝીબ ઉર રહમાનને પણ જગ્યા આપવામાં આવી છે. 

અફગાનને ગત દિવસોમાં તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવી દેવાયો હતો. હસનની ત્રણ વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે પરંતુ તેની ફિટનેસ હજુ પણ ચિંતાનો વિષય છે. 31 વર્ષના અફગાનિસ્તાનના આ બોલરે 32 એકદિવસીયમાં 56 વિકેટ ઝડપી છે. મુખ્ય પસંદગીકાર દૌલત ખાન અહમદજઈએ કહ્યું, વરિષ્ઠ બોલર હામિદ હસનની ટીમમાં વાપસી અમારા માટે સારા સમાચાર છે. પરંતુ અમે આગામી પ્રેક્ટિસ મેચોમાં તેનું ફોર્મ અને ફિટનેસનો અભ્યાસ કરીશું. 
ઇકરમ અલીખિલ, કરીમ જન્નત અને સૈયદ શિરજાદને રિઝર્વ ખેલાડીઓ તરીકે રાખવામાં આવ્યા છે. 
ટીમઃ ગુલબદિન નૈબ (કેપ્ટન), નૂલ અલી જાદરાન, હજરતુલ્લાહ જજાઈ, રહમત શાહ, અસગર અફગાન, હશમતુલ્લાહ શાહિદી, નજિબુલ્લાહ જદરાન, સૈમુલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન, આફતાબ આલમ, હામિદ હસન અને મુઝીબ ઉર રહમાન. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.