કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ-2019ની 14મી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે શિખર ધવનની સદી તથા વિરાટ કોહલી અને રોહિત શર્માની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 316 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહ અને ભુવનેશ્વરે ત્રણ-ત્રણ તથા ચહલે બે વિકેટ ઝડપી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકાને 6 વિકેટે પરાજય આપ્યો હતો. મેચમાં શાનદાર સદી ફટકારનાર ભારતીય ઓપનર શિખર ધવનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.