INDvsAUS Adelaide Test Live: બીજા દાવમાં ભારતની સતર્ક શરૂઆત, 29 ઓવરમાં 86/2 રન કર્યાં

Sep 10 08:23 2022

એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં બે દિવસના ખેલ બાદ લગભગ બરાબરી પર ઊભા છે. ભારતે પહેલા દાવમાં 250 રન કર્યાં હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેના જવાબમાં બીજા દિવસે રમત પૂરી થઈ ત્યાં સુધી 7 વિકેટના નુકસાન પર 191 રન કર્યાં હતાં. આજે ત્રીજા દિવસે ટ્રેવિસ હેડ અને મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાનો દાવ આગળ વધાર્યો. એડિલેડમાં સવારે વરસાદ પડ્યો હતો. ભારત તરફથી જસપીત બુમરાહે 47 રનમાં 3 વિકેટ લીધી હતી. અશ્વિને પણ 57 રન આપીને 3 વિકેટ ઝટકી હતી. જ્યારે ઈશાંત શર્મા, મોહમ્મદ સમીએ 2-2 વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડે સૌથી વધુ 72 રન કર્યાં. 
ભારતનો બીજો દાવ
ભારતીય ઓપનરોએ બીજા દાવની શરૂઆત કરી. 10 ઓવરમાં ભારતને એક પણ આંચકો લાગ્યો નથી. કે એલ રાહુલે 29 બોલમાં 9 રન અને મુરલી વિજયે 31 બોલમાં 6 રન કરીને અણનમ છે. બીજા દાવમાં હાલ ભારતના 10 ઓવરમાં 19 રન છે. 
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો ત્યારે પહેલી ઓવરમાં એરોન ફિન્ચ (0)ને ઈશાંત શર્માએ બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવી હતી. પર્દાપણ કરી રહેલ માર્કસ હૈરિસ અને ઉસ્માન ખ્વાજા ક્રિઝ પર છે. આ બંન્નેએ બીજી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. ઓસ્ટ્રલિયાએ ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઈનિંગની 22મી ઓવરમાં અશ્વિને માર્કર હૈરિસ (26)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. હૈરિસ કેચઆઉટ થયો હતો. બીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 191 રન કર્યાં હતાં. આજે ત્રીજા દિવસે આખી ઓસી ટીમ 235 રન પર સમેટાઈ જતા હવે ભારતને 15 રનની લીડ મળી છે. 
અશ્વિને ડાબોડી બેટ્સમેનો પર કહેર વરસાવવાનું શરૂ કર્યું હતું. તેણે માર્કસ હૈરિસ બાદ શોન માર્શને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર બે રન બનાવી અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને હેડ્સકોંબે ચોથી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. ત્યારે ફરી અશ્વિન ત્રાટક્યો અને સેટ થઈ ગયેલા ખ્વાજાને પંચના હાથે કેચઆઉટ કરાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની પણ એક બાદ એક વિકેટ પડાવનું ચાલું રહ્યું હતું. હેડ્સકોંબ 34, ટિમ પેન 5 અને પેટ કમિન્સ 10 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રએલિયાએ 177 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી છે. 
ભારત 250 રન બનાવી ઓલઆઉટ
ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 250 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્કોરબોર્ડઃ લોકેશ રાહુલ 2, મુરલી વિજય 11, ચેતેશ્વર પૂજારા 123, વિરાટ કોહલી 3, રોહિત શર્મા 37, રિષભ પંત 25, અશ્વિન 25, ઈશાંત શર્મા 4, શમી 6, બુમરાહ 0 (અણનમ). 
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક, કમિન્સ અને નાથન લિયોનને બે-બે સફળતાઓ મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે રમત પૂર્ણ થતા 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.