આર્ચર દીપિકા કુમારીએ પસંદ કર્યો પોતાનો જીવનસાથી, 10 ડિસેમ્બરે કરશે સગાઈ

Sep 12 04:47 2022

રાંચીઃ રાંચીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્ચર દીપિકા કુમારીની સગાઈ 10 ડિસેમ્બરે થઈ રહી છે.  દીપિકાએ પોતાના સપનાના રાજકુમાર તરીકે આર્ચર અતનુ દાસને પસંદ કર્યો છે. આ બંન્નેની સગાઈ 10  ડિસેમ્બર તેના રાતૂ સ્થિત નિવાસ્થાને થશે. પરંતુ લગ્નમાં હજુ થોડો સમય લાગશે. દીપિકા-અતનુના લગ્ન  2019ના નવેમ્બર-ડિસેમ્બરમાં થશે. 
અતનુ દાસે કહ્યું કે, હજુ ઓલમ્પિકનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થવાનો છે, આ સાથે અન્ય સ્પર્ધાઓ પણ છે,  તેથી અમે આગામી વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અતનુએ સ્પોર્ટસ્ટારની સાથે વાતચીતમાં કહ્યું કે,  આ વર્ષે દુર્ગાપૂજાના અવસરે બંન્નેએ પોતાના માતા-પિતાની સાથે અમારા સંબંધો વિશે વાત કરી અને લગ્ન  કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.