અબુધાબીઃ પાકિસ્તાનના ગેલ સ્પિનર યાસિર શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. યાસિરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અબુધાબીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે આ સિદ્ધિ મેળવી હતી. તેણે ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં વિલિયમ સોમરવિલેને એલબી આઉટ કરીને આ ઉપલબ્ધિ હાસિલ કરી હતી. યાસિર પોતાની 33મી ટેસ્ટમાં 200 વિકેટના આંકડા સુધી પહોંચ્યો જ્યારે ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટે વર્ષ 1936મા પોતાની 36મી ટેસ્ટમાં 200 વિકેટ પૂરી કરી હતી. આ રીતે સાહે 82 વર્ષ જૂનો રેકોર્ડનો તોડવાની સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ભારતીય સ્પિનર અશ્વિન છે. તેણે 37 ટેસ્ટ મેચમાં 200 વિકેટ ઝડપી હતી. અશ્વિને વિકેટની બેવડી સદી પૂરી કરવા માટે ગ્રિમેટ કરતા એક મેચ વધુ રમી હતી.
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝના પ્રારંભ થતા પહેલા યારિસ શાહની માતાનું નિધન થઈ ગયું હતું પરંતુ પોતાના વ્યક્તિગત દુખને એક તરફ રાખતા તેણે પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં 14 વિકેટ ઝડપતા પાક ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. બીજી ટેસ્ટ બાદ યાસિર શાહે કહ્યું હતું કે, સિરીઝ માટે અહીં આવવું ખૂબ મુશ્કેલ ભર્યું હતું. હું ખૂબ તણાવમાં હતો, મા વિના તમારૂ કોઈ મહત્વ નથી. ભાવુક થતા તેણે કહ્યું હતું કે, જ્યારે હું મેચ રમવા માટે જતો હતો તો તેમને પાંચ વિકેટ મેળવવા માટે પ્રાર્થના કરવાનું કહેતો હતો. ત્યારે માતાનો જવાબ હતો પાંચ વિકેટ કેમ, 10 કે 15 કેમ નહીં. બીજી ટેસ્ટમાં 14 વિકેટ ઝડપવાની સિદ્ધિ તેમને સમર્પિત કરૂ છું.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.